Health Tips : શું તમારે પણ નવા વર્ષમાં હેલ્ધી રહેવું છે ? તો અજમાવો આ સરળ ઉપાયો

ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવાથી તમે યોગ્ય માત્રામા કેલેરી લઈ શકો છો. વસ્તુઓને ધીમે-ધીમે ચાવીને ખાવાથી તમારા શરીર માટે તે ફાયદકારક છે, સાથે જ તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

Health Tips : શું તમારે પણ નવા વર્ષમાં હેલ્ધી રહેવું છે ? તો અજમાવો આ સરળ ઉપાયો
Healthy Food
| Edited By: | Updated on: Dec 27, 2022 | 3:00 PM

આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે કેટલાક નવા નવા ઉપાયો કરતા હોઈએ છીએ, જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે મદદ રુપ થાય છે. આપણે બધા જ નવા વર્ષમા કોઈ સારી આદતનો સંકલ્પ લઈએ છીએ. આવનાર નવા વર્ષમા તે સંકલ્પને પૂરો કરવા માટે અનેક પ્રયાસ કરીએ છીએ. જો તમે નવા વર્ષમા ડાયટને લઈને કોઈ સંકલ્પ લેવાના હોય તો તમારે ડાયટ કરતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જે તમને હેલ્ધી રાખવામા મદદ કરશે.

ધીમે ધીમે ખાઓ

તમે કોઈ પણ ખોરાક ખાવ છો ત્યારે તેને ધીમે-ધીમે ખાવો જોઈએ. ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવાથી તમે યોગ્ય માત્રામા કેલેરી લઈ શકો છો. વસ્તુઓને ધીમે-ધીમે ચાવીને ખાવાથી તમારા શરીર માટે તે ફાયદકારક છે, સાથે જ તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેના કારણે તમે ઓવર ઈટિંગથી બચી શકશો. ધીમે ધીમે ખોરાક ખાવાથી તમે વારંવાર ખાવાની લાલચથી બચી શકો છો.

જમતા સમયે ટીવી, કોમ્પ્યુટર કે ફોનથી દૂર રહો

તમે જમવા બેસો છો ત્યારે તમારે ટેલિવિઝન, કોમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન જોતા જોતા ખોરાક ન ખાવો જોઈએ. જો તમે આ રીતે ખાવાનુ ખાવ છો તો તમે ઓવર ઈટિંગના શિકાર બની શકો છો, જેના કારણે તમને ઘણા બધા નુકસાનનો સામનો કરવો પડે છે. સ્ક્રિન સામે બેસીને તમે ખોરાક ખાવ છો ત્યારે તમે કેટલો ખોરાક ખાધો તેનુ તમને ધ્યાન રહેતું નથી.

ફાઇબર ખોરાક

તમારા સ્વાસ્થને સારુ રાખવા માટે તમારે વિટામીન અને અન્ય પોષણ તત્વોની સાથે તમારે ફાયબર અવશ્ય લેવુ જોઈએ. જો તમે તમારી નિયમીત ડાયટમા ફાયબર લો છો તો તે તમારા પાચનતંત્રને સારુ કરે છે. ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવા માટે તમારે શાકભાજી, બરછટ અનાજમાંથી બનેલી રોટલી તેમજ પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. નાસ્તામાં તમે બ્રેડને બદલે દૂધ અને કોર્નફ્લેક્સ, મલ્ટી ગ્રેન અનાજની રોટલી પણ ખાઈ શકો છો.

પોષક તત્વોનું સેવન

તમારે જમવામાં હંમેશા પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ, જેનાથી તમારા સ્વાસ્થને જાળવવામા મદદ રુપ થાય છે. જો તમે નાસ્તામાં કે ખાવમાં જંક ફુડ ખાતા હોય તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે, જેનુ તામારે વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Published On - 2:59 pm, Tue, 27 December 22