Diabetes Care : બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે આ 5 વસ્તુઓનું કરો સેવન

|

Aug 19, 2021 | 8:59 AM

મોટાભાગના લોકો ડાયાબિટીસ સામે લડી રહ્યા છે. આ દરમિયાન, લોહીમાં શર્કરાનું સ્તર વધે છે. આ સ્થિતિમાં તમારા આહારનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Diabetes Care : બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે આ 5 વસ્તુઓનું કરો સેવન
Diabetes Care

Follow us on

Diabetes Care : ડાયાબિટીસ (Diabetes)ના દર્દીએ હંમેશા તેના આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. બ્લડ સુગર (Blood sugar)ને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ, સ્ટ્રોક, કિડની રોગો, અંધત્વ વગેરેનું જોખમ વધારી શકે છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે તમારું શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી.

જો તમને ડાયાબિટીસ (Diabetes)થઈ હોવાની જાણ થાય તો ડોક્ટર દ્વારા સૂચવ્યા મુજબ દવાઓ લેવા ઉપરાંત, તમે એવા ખોરાકનું પણ સેવન કરી શકો છો જે કુદરતી રીતે તમારા બ્લડ સુગર (Blood sugar)ને નિયંત્રિત કરે છે. આ કુદરતી જડીબુટ્ટીઓ, મસાલા, શાકભાજી અને ફળો તમારા એનર્જીના સ્તરને જાળવવામાં મદદ કરે છે.

લીમડો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

લીમડો વર્ષો જૂની ઓષધિ છે. તે દાંત અને ચામડી (Skin)ની સમસ્યાઓથી લઈને ડિ-ટોક્સિફિકેશન સુધી દરેક વસ્તુ માટે ફાયદાકારક છે. લીમડામાં ફ્લેવોનોઈડ્સ, ગ્લાયકોસાઈડ્સ અને ટ્રાઈટરપેનોઈડ્સ નામના રસાયણો હોય છે જે ગ્લુકોઝના શોષણને દબાવવામાં મદદ કરે છે. તમે તેને દિવસમાં બે વખત પાવડરના રૂપમાં લઈ શકો છો, મહત્તમ લાભ માટે તેને ચા, પાણી અથવા ખોરાકમાં ઉમેરી શકો છો.

કારેલા

ડાયાબિટીસના દર્દી માટે કારેલા ખૂબ ફાયદાકારક છે. તેમાં ચરાટીન અને મોમોર્ડિસિન છે. આ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તમે સવારમાં કારેલાનો રસ પી શકો છો. તમે આમળા અથવા તમારી પસંદગીની કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો તથા કાળા મરી અને મીઠું છંટકાવ કરી શકો છો. ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે સવારે એક ગ્લાસ કારેલાનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે.

આદુ

આદુ પ્રાચીન સમયથી દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેના અસંખ્ય ફાયદા છે. તે ઇન્સ્યુલિન સ્ત્રાવને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક છે. તમે ચામાં આદુ મેળવી શકો છો અથવા તમે આદુ-હળદરનું દૂધ લઈ શકો છો. ધ્યાનમાં રાખો કે, તેને રાંધવાને બદલે, તે કાચું હોવો જોઈએ. તમે સૂકા આદુનો પાઉડર પણ ખાઈ શકો છો.

જાંબુ

ડાયાબિટીસવાળા લોકો માટે જાંબુ ફાયદાકારક ફળ છે. તે ખાંડને નિયંત્રિત કરવા માટે ખૂબ જ સારી છે. જાંબુમાં જામબોલીન નામનું સંયોજન હોય છે. જાંબુના બીજમાં હાજર રહેલ જાંબોલિન બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે.

મેથી

મેથી શરીરમાં ગ્લુકોઝ ટૉલરેસને વધારવામાં મદદ કરે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર વધારે છે. તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

 

આ પણ વાંચો : Health Tips : હાડકાં મજબૂત કરવા માટે આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો

આ પણ વાંચો : Health Tips : ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે ? તો આ ફળ ખાઓ, શુગર લેવલ નહીં વધે

Published On - 8:53 am, Thu, 19 August 21

Next Article