Health Tips : ડાયટમાં સામેલ કરો દેશી ખાંડ, જાણો અનેક ફાયદા

|

Aug 01, 2021 | 8:06 PM

શેરડીનો રસ મિક્સ કરીને દેશી ખાંડ બનાવવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તમે તેનો ઉપયોગ ખાંડ (Sugar)ને બદલે કરી શકો છો. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

Health Tips : ડાયટમાં સામેલ કરો દેશી ખાંડ, જાણો અનેક ફાયદા
desi khand benefits know the health benefits

Follow us on

Health Tips : આપણે બધા આપણા દિવસની શરૂઆત ચા અથવા કોફીથી કરીએ છીએ. જેમાં ખાંડ (Sugar)નો ઉપયોગ મીઠાશ લાવવા માટે થાય છે. એટલું જ નહીં, કોઈપણ શુભ કાર્યથી લઈને તહેવારમાં ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. ખાંડ આપણા સ્વાસ્થ્ય (Health)માટે હાનિકારક છે.

તમે કોઈપણ વાનગી (recipe)ને મીઠી બનાવવા માટે દેશી ખાંડ (desi khand)નો ઉપયોગ કરી શકો છો. પહેલાના સમયમાં લોકો ખાંડને બદલે દેશી ખાંડનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે મોટાભાગના લોકો ખાંડનો ઉપયોગ કરે છે. ચાલો જાણીએ દેશી ખાંડ શું છે અને તેના ફાયદાઓ વિશે.

દેશી ખાંડ શું છે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશી ખાંડ સ્વાસ્થ્ય (Health)માટે ખૂબ જ ફાયદાકારક છે. દેશી ખાંડમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય છે. પરંતુ તે મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામિન્સથી ભરપુર હોય છે. દેશી ખાંડ શેરડી (Sugarcane)ના રસમાંથી બનાવવામાં આવે છે.

તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. દેશી ખાંડ બનાવવા માટે શેરડીના રસને લગભગ 3 દિવસ સુધી સતત હલાવવામાં આવે છે. ત્યારબાદ તેને હાઇ સ્પીડ મશીનમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને પાણી અને દૂધ (Milk)થી સાફ કરવામાં આવે છે. આ રીતે બ્રાઉન કલરનો પાવડર તૈયાર કરવામાં આવે છે.

દેશી ખાંડ ફાયદાકારક છે

ઘણી વખત ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓને મીઠી વસ્તુઓ ખાવાનું મન થાય છે. તેમના માટે મીઠી વસ્તુઓ નુકસાનકારક (Harmful)હોય છે. ખાંડના કારણે શુગર લેવલ વધુ અને ઓછું થતું રહેતું હોય છે. જેનાથી અનેક બીમારીઓ થવાનો ભય રેહતો હોય છે.તેથી ખાંડને બદલે દેશી ખાંડનો ઉપયોગ કરવો વધુ સારું છે.

ખંડમાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને હાડકાં મજબૂત રહે છે.

દેશી ખાંડ (desi khand)માં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે કબજિયાત અને અપચો દૂર કરવામાં મદદ કરે છે. દેશી ખાંડ પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

દેશી ખાંડ (desi khand)આયર્નથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી એનિમિયાની ઉણપની સમસ્યા દૂર થાય છે. શરીરમાં લોહીનો અભાવ પૂરો કરવામાં ખાંડ મદદરૂપ થાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : Beauty Tips : અળસીના બી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે, જાણો કેવી રીતે?

Next Article