Gujarati NewsHealthCracked Heels in Winter Try These 5 Easy Home Remedies for Soft and Smooth Feet
શિયાળો શરૂ થતાં જ ફાટવા લાગી છે ‘એડીઓ’? આ 5 ઘરેલું ઉપાયોથી ‘કાયમી છુટકારો’ મેળવો
ઠંડીની શરૂઆત થતાં જ ત્વચા આપણને અંદરથી ચેતવણી આપવા લાગે છે અને તેમાં પણ ફાટેલી એડીઓનો દુખાવો તો ખરેખર પરેશાન કરી મૂકે છે. જો તમે પણ મોંઘી ક્રીમ વાપરીને થાકી ગયા છો, તો તમારે સરળ ઘરેલું ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ.
શિયાળાએ દસ્તક દઈ દીધી છે, તેની સૌથી પહેલા ખબર આપણને આપણી ત્વચા જોઈને પડે છે. સ્કિનનું સૂકાપણું અને બેજાન લાગવું એ ઠંડીની પૂરેપૂરી એન્ટ્રી થાય તે પહેલાં જ જાણે આપણને ચેતવી દે છે.
એમાં પણ ફાટેલી એડીઓ અને તેમાં પડેલી સખત તિરાડો સૌથી વધુ પરેશાન કરે છે, જેનો કાયમી ઈલાજ કરવા માટે હરેક સમયે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ્સની જરૂર હોતી નથી.
સેંધા નમક અને લીંબુના રસનું હુંફાળું પાણી: હુંફાળા પાણીમાં સેંધા નમક અને એક લીંબુનો રસ મિક્સ કરીને દ્રાવણ તૈયાર કરો. આ પાણી ન માત્ર એડીઓને નરમ કરવામાં મદદ કરશે પરંતુ તિરાડોની ગંદકી પણ સારી રીતે સાફ થશે. કોઈપણ નુસખો અજમાવતાં પહેલાં પગને 15 મિનિટ સુધી પાણીમાં રાખો.
શિયા બટર: શિયા બટરને પૅનમાં પીગળાવીને 1-2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરી લો. તેને સારી રીતે ફેંટીને ક્રીમ જેવું બનાવી લેવાનું છે. હવે રાત્રે આ મિશ્રણને એડીઓ પર લગાવીને સૂતી (કપાસના) મોજા પહેરો. જો દિવસમાં લગાવી રહ્યા છો, તો ઓછામાં ઓછા 1 કલાક સુધી લગાવી રાખ્યા પછી હુંફાળા પાણીથી ધોઈ લો.
નારિયેળ તેલ: જો એડીઓ ખૂબ જ વધુ ડ્રાય હોવાની સાથે જ ફાટી ગઈ છે, તો તેમાં નારિયેળ તેલ કોઈ જાદુ જેવું કામ કરી શકે છે. રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલને હુંફાળું કરીને તળિયાની માલિશ કરો. બસ ધ્યાન રાખો કે, માલિશ કરતા પહેલા પગને સારી રીતે સાફ કરી લેવાના છે. આ પછી માલિશ કર્યા પછી મોજા પહેરીને સૂઈ જાઓ, આવું નિયમિત કરવાથી ફાયદો દેખાવા લાગશે.
પેટ્રોલિયમ જેલી: તમને કદાચ ખબર ન હોય પણ પેટ્રોલિયમ જેલી ખૂબ જ સરળ અને અસરકારક વિકલ્પ છે. ન્હાયા પછી તરત જ એડીઓ પર જેલી લગાવવાની સાથે જ રાત્રે સૂતા પહેલા એડીઓ પર જેલી લગાવો. ત્યારબાદ મોજા (સોક્સ) પહેરી લો, જેલીનું જાડું પડ એડીઓની કઠોર ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરશે.
એલોવેરા: પગ સાફ કર્યા પછી ફ્રેશ એલોવેરા જેલ લઈને તેને લગાવો, ત્યારબાદ હળવા હાથે માલિશ કરો. આખી રાત લગાવી રાખ્યા પછી આગલી સવારે હુંફાળા પાણીથી ધોઈ લો. એલોવેરામાં એસીમેનન અને ગ્લુકોમેનન જેવા તત્વો હોવાની સાથે જ એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને હીલ કરવામાં મદદ કરે છે.
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)