કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

|

Sep 12, 2021 | 3:18 PM

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?
Corona Knowledge: When should exercise can be started after corona transition

Follow us on

કોરોનાની આ મહામારીએ લોકો પર અનેક રીતે અસર કરી છે. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ માંડ કોરોનાની બીમારી સામે લડીને જીત્યા છે. કોરોના થયા બાદ ઘણા લોકોની તબિયત પહેલા જેવી રહી નથી. એક તરફ કોરોનાથી બચવા માટે પણ ઈમ્યુનિટી અને સ્વાસ્થ્ય જાળવવાનું કહેવામાં આવે છે. અને આના માટે લોકો કસરત અને પ્રાણાયામ પણ કરે છે. જોકે મોટો પ્રશ્ન કોરોનાથી સાજા થયેલા લોકો માટે છે.

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ખરેખરમાં તો કોરોનાને લઈને ઘણા સવાલો લોકોના મનમાં ચાલતા જ રહે છે. ચાલો આજે આપણે જાણીએ આજના સવાલનો જવાબ. અને એ સવાલ છે,

કોરોના સંક્રમણ બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના પ્રોફેસર અને પ્રમુખ ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય આ પ્રશ્નનું નિરાકરણ આપે છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ડો.પ્રદીપકુમાર કહે છે કે ‘કોરોના દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. કોરોનાના કારણે કોઈના ફેફસામાં વધુ ઇન્ફેકશન હોય છે તો કોઈને ઓછું. ઘણા લોકો વગર દવાએ સાજા થઇ જાય છે તો ઘણાને ઓક્સિજન અને દવાઓની જરૂર પડે છે.’ આવામાં ડોકટરે વધુ અસરગ્રસ્ત દર્દીઓ કે જેમણે વેન્ટીલેટરની સારવારથી સાજા કરવામાં આવ્યા છે. અને જેના ઈલાજ માટે ડોકટરે ઘણી મહેનત કરી છે એવા માટે જણાવ્યું છે કે, ‘આવા દર્દીના ફેફસાંને રિજનરેટ કરવા સમય આપવાની જરૂર છે.’

ડોકટરે કહ્યું કે, ‘આવા સિરિયસ પરિસ્થિતિથી સાજા થયેલા દર્દીઓએ કસરતનો વધુ સ્ટ્રેસના લેવો જોઈએ. વ્યાયામ કરવાથી ફેફસાં પર એક્સ્ટ્રા સ્ટ્રેસ આવે છે. તેમજ ફેફસાંની ધીમે ધીમે કેપેસિટી વધારવા માટે ધીમે ધીમે પ્રાણાયામ શરુ કરવામાં આવે છે. વધુ સ્ટ્રેસ ના આવે એ રીતે દર્દી એક કે બે મહિનાની અંદર હલકા પ્રાણાયામ કરી શકે છે. પરંતુ વધુ કસરત, પરસેવો પડે તેવી કસરત, મહેનત વાળી કસરત કરતા પહેલા પૂરો આરામ આપવો જરૂરી છે. ઘણા કેસમાં 6 મહિનામાં આવી કસરત શરુ કરવામાં આવે છે. ઘણા દર્દીઓમાં એક વર્ષ પણ લાગે છે. પરંતુ જો શ્વાસની તકલીફ જ્યાં સુધી ના મટે, શ્વાસ રોજીંદા ક્રમમાં ના આવી જાય ત્યાં સુધી કસરત ના કરવી જોઈએ.’ કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. એ બાદ જ કયા પ્રકારની કસરત કરવી તે નક્કી કરવું જોઈએ

 

 

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોણ ના લઈ શકે કોરોના વેક્સિન? જાણો એક્સપર્ટ પાસેથી

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?

Published On - 3:16 pm, Sun, 12 September 21

Next Article