વિશ્વભરમાં કોરોનાનું જોખમ હજુ છે. ત્યારે ભારતમાં ત્રીજી લહેરનું પણ જોખમ વધ્યું છે. આવામાં ડેલ્ટા વેરિઅન્ટને લઈને પણ વિશ્વ ચિંતામાં છે અને તેના પર રિસર્ચ કરી રહ્યા છે. અમુક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા સામે લડવા માટે વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવો જરૂરી છે. તો આજનો આ બાબતે પ્રશ્ન છે,
આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના પ્રોફેસર અને પ્રમુખ ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય આ પ્રશ્નનું નિરાકરણ આપે છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ.
‘ડેલ્ટા વેરિઅન્ટની માટે એવું કહે છે કે તેની ઉત્પત્તિ ભારતમાં થઇ. અને ભારતથી અન્ય દેશોમાં ગયો. જ્યાં સુધી બૂસ્ટર દોઝની વાત છે, કેટલાક ટ્રાયલ અમેરિકામાં થયા છે અને કેટલાક ટ્રાયલ અમેરિકામાં થયા છે. અને એ ટ્રાયલથી એ ખબર પડી છે કે, જો ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે તો ડેલ્ટા વેરિએન્ટ થવાની સંભાવના ઘણી ઓછી રહે છે. તમને જણાવું કે અલગ અલગ વેક્સિન બનાવનાર કંપનીઓએ પણ પોતપોતાની રીતે ટ્રાયલ કર્યા છે.’
‘તેમાં જહોન્સન અને જહોન્સનએ સાઉથ આફ્રિકામાં કરેલા ટ્રાયલમાં જાણવા મયું છે કે ડેલ્ટા વેરિઅન્ટ સામે તેમની વેક્સિન અસરકારક છે. તેનું ટ્રાયલ 6 ઓગસ્ટ 2021 માં પબ્લિશ થયું છે. તેમનું કહેવું છે કે આ વેકિસન ડેલ્ટા સામે 90 ટકા અસરકારક છે. આ જ રીતે ફાઈઝર બાયોટીકની વેક્સિનને લઈને તેમનું કહેવું છે કે તેમની વેક્સિન પણ 90 ટકા અસરકારક છે. આ જ રીતે એસ્ટ્રાજેનેકાએ પણ ટ્રાયલ કર્યા છે. તેમને કહું છે કે ડેલ્ટા સામે તેમની વેક્સિન 70 ટકા અસરકારક છે. ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાએ આ ટ્રાયલ યુનાઇટેડ કિંગડમમાં કર્યા છે.’
ડોકટરે આગળ કહ્યું ‘ત્રયેય કંપનીનું કહેવું છે ડેલ્ટા વેરિએન્ટ રોકવા માટે આપણને બૂસ્ટર ડોઝની 90 દિવસો પછી જરૂર પડે છે. જ્યારે ધીમે ધીમે એન્ટીબોડી અને સીરો પોઝિટિવિટીની માત્રા ઘટે છે. એટલે સીરો પોઝિટિવિટી મેઈન્ટેન કરવા માટે અને ડેલ્ટા વેરિએન્ટ સામે રક્ષણ મેલાવવા માટે આપણે 90 દિવસો બાદ રીપીટ ડોઝ આપવો જરૂરી છે.’
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું કોરોનાથી સાજા થયા બાદ પણ વેક્સિન લેવી છે જરૂરી? જાણો વિગત સાથે કારણ
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?
Published On - 2:07 pm, Tue, 14 September 21