Corona Side Effect: કયાંક તમારું બાળક પણ Long Covidનો ભોગ તો નથી બન્યુ ને ! આ રીતે ચકાસો બાળકનું સ્વાસ્થ્ય

|

May 14, 2022 | 9:01 AM

(Corona symptoms in Kids) અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જાણી શકો છે તમારા બાળકના સ્વાસ્થ્ય અંગે. આ લક્ષણો દ્વારા તમે ઓળખી શકશો કે તમારા બાળકમાં લોન્ગ કોવિડ છે કે નહીં.

Corona Side Effect: કયાંક તમારું બાળક પણ Long Covidનો ભોગ તો નથી બન્યુ ને ! આ રીતે ચકાસો બાળકનું સ્વાસ્થ્ય
Long covid symptoms check

Follow us on

(Corona symptoms in Kids) અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જાણી શકો છે તમારા બાળકના સ્વાસ્થ્ય અંગે. આ લક્ષણો દ્વારા તમે ઓળખી શકશો કે તમારા બાળકમાં લોન્ગ કોવિડ ( Long Covid) છે કે નહીં. કોરોના (Corona)સંક્રમણમાં ફરીથી થોડો વધારો થયો છે કોરોનાને લીધે વિશ્વ એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ વાઇરસને કારણે કરોડો લોકો તેનો શિકાર બન્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી છે ત્યારે એવું પણ જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો ખાસ કરીને બાળકોમાં કોરોનાના લક્ષણો લાંબા સમય સુધી રહે છે. જેને લોન્ગ કોવિડ પણ કહેવામાં આવે છે. અને તેના કારણે બાળકોને અસર થાય છે . આ સ્થિતિ ગંભીર ચિંતાનું કારણ બની છે. લોન્ગ કોવિડને હજી સમજી શકાતો નથી તેથી વ્યક્તિને લાંબા સમય સુધી શારિરીત તથા માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

અહેવાલ પ્રમાણે બાળકોમાં લોન્ગ કોવિડનો પ્રભાવ વધારે જોવા મળે છે અમે તમને જણાવીશું કે તમારું બાળક પણ કયાંક લોન્ગ કોવિડનો શિકાર તો નથી ને. તમે આ લક્ષણો દ્વારા આ બાબતને ચકાસી શકશો.

થાક

નિષ્ણાતોના મતે જો લાંબા સમયથી બાળક થાક અનુભવતું હોય, અથવા તો તેને ચક્કર આવતા હોય તો બની શકે કે તેને લોન્ગ કોવિડની સમસ્યા છે. એક વાર કોવિડ થયા બાદ તે વ્યક્તિને વધુ થાક લાગે છે. અને બાળકો જલદીથી થાકી જાય છે. કારણ તેમની એવર્જી વધારે વપરાતી હોય છે. જો તમારા બાળકમાં આ લક્ષણ છે તો એક વાર ડોક્ટર સાથે વાત જરૂર કરો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

માથાનો દુખાવો

લોન્ગ કોવિડની અસર હેઠળના લોકોને મોટા ભાગે માથાનો દુખાવો રહે છે. નિષ્ણાત તબીબોના મતે કોરોના સંક્રમિત લોકો લાંબા ગાળે મૂડ સ્વિંગથી પણ પીડાય છે. બાળકોમાં અન્યની સરખામણીએ આ સમસ્યા વધુ વકરેલી હોય છે.

હાર્ટ પ્રોબ્લેમ

કયારેક ક્યારેક કોવિડની પરિસ્થિતિમાં હ્યદય સંબંધિત બિમારી પણ થવા લાગે છે. લોન્ગ કોવિડ હાર્ટ રેટને સૌથી વધુ અસર કરે છે. જો આ પરિસ્થિતિમાં બાળક શારિરીક પ્રવૃતિ નથી કરી શકતું, થાકી જાય છે તો આ વાતને નજર અંદાજ ન કરવી.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article