Gujarati NewsHealthConjunctivitis by Ayurvedic method Rajiv Dixit said that the eye will be normal in 24 hours see Video
Rajiv Dixit Health Tips: આયુર્વેદિક રીતે કન્જકટીવાઈટિસ મેળવો છુટકારો, રાજીવ દીક્ષિતે જણાવ્યું 24 કલાકમાં આંખ થઈ જશે નોર્મલ, જુઓ Video
દેશના મોટા ભાગના રાજ્યમાં Eye Flu ના કેસમાં વધારો થયો છે. લોકોમાં એક માન્યતા છે કે કાળા ચશ્મા આંખોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
Follow us on
Ahmedabad:રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ આંખ છે. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે.
લોકોમાં એવી માન્યતા છે કે આ રોગ ચેપગ્રસ્ત આંખોમાં જોવાથી ફેલાય છે. જેના કારણે આઇ ફ્લુની બિમારીમાં લોકો બ્લેક ગોગલ્સ પહેરતા હોય છે. હવે સવાલ એ થાય છે કે શું બ્લેક ગોગલ્સ આપણને આંખના ફ્લુથી રાહત આપી શકે, અથવા તો ચેપને બીજા સુધી ફેલાતો અટકાવી શકે ? આવો નિષ્ણાત પાસેથી જાણીએ કે કાળા ચશ્મા આપણને આ રોગથી બચાવી શકે છે કે નહીં?
રાજીવ દીક્ષતે જણાવ્યું હતું કે આઈ ફ્લૂ કે કન્જક્ટીવાઈટિસથી મુક્તિ મેળવવા માટે તમારે સવારે ઉઠતાની સાથે પહેલા મોઢાની સવારની લાળ હોય તેને આંખો પર લગાવવાની છે, આ રોગ થાય છે ત્યારે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં ખુબ દૂખાવો થાય છે, કોઈ પણ દવાથી તે બિમારી 3થી 4 દિવસમાં ઠીક થાય છે, જ્યારે તમે સવારમાં ઉઠતાની સાથે મોઢાની લાળ લગાવશો, તો 24 કલાકમાં આંખમાં રોગ હતો કે નહીં, તે ખબર પડશે જ નહીં.
આઇ ફ્લૂમાં ચશ્મા પહેરવાના ફાયદા
માત્ર કાળા ચશ્મા પહેરવાનો ફાયદો એ છે કે તે આંખોને તડકાથી બચાવી શકાય છે.
જો અસરગ્રસ્ત વ્યક્તિ ચશ્મા પહેરે છે, તો તે વારંવાર આંખોને સ્પર્શ કરવાનું ટાળે છે. જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે ખંજવાળ અથવા બળતરા થાય છે અને તેને વારંવાર સ્પર્શ કરવાનું મન થાય છે જ્યારે ચશ્મા તમને આ આદતથી દૂર રાખી શકે છે.
આંખોમાં માટી કે ધૂળ જાય તો બળતરા કે ખંજવાળ આવે છે અને જો આંખોમાં ફ્લૂની સમસ્યા હોય તો ગંદકી તેને વધુ વધારવાનું કામ કરે છે. બીજી તરફ ચશ્મા પહેરવાથી આંખોમાં માટી કે ધૂળ પ્રવેશતી નથી.
આંખના ફ્લૂથી બચવા કરો આ ઉપાય
આંખોના આ ચેપથી બચવા માટે સ્વચ્છતા જ એકમાત્ર ઉપાય છે. આનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વારંવાર હાથ ધોવાની ટેવ પાડો.
જો તમારે મજબૂરીમાં કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિનો સંપર્ક કરવો હોય, તો તે પછી, તમારા હાથ અને વસ્તુઓને સેનિટાઈઝ કરો.
દિવસમાં બે થી ત્રણ વખત ઠંડા પાણીથી આંખો ધોઈને તેમની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
ચેપગ્રસ્ત વ્યક્તિએ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તમારી આંખોને વારંવાર અડશો નહીં અને તમારી વસ્તુઓનો ઉપયોગ કરવાની અને ઘરમાં અલગ જગ્યા રાખવાની ટેવ પાડો.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)