Child Health: ગાજરની પ્યુરી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેની રેસિપી

|

Jan 01, 2022 | 8:10 PM

બાળકો માટે ગાજરની પ્યુરી ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી બાળકોનું પેટ પણ ભરાય છે અને તેની પ્યુરી બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. જો તમે પણ શિયાળામાં તમારા બાળકને ગાજરની પ્યુરી આપવા માગો છો તો આ રેસિપી અનુસરો.

Child Health: ગાજરની પ્યુરી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેની રેસિપી
carrot puree

Follow us on

શિયાળા (Winter)ની ઋતુ ચાલી રહી છે, ગાજર પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ગાજર ખૂબ પૌષ્ટિક (Nutritious) હોય છે અને તેમાં પોટેશિયમ, વિટામિન સી અને પ્રોવિટામિન A હોય છે. તેની વિશેષતા એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઉપરાંત તે આંખોને સ્વસ્થ રાખવામાં અસરકારક છે અને તેથી તેને પોષક તત્વો યુક્ત ખોરાક માનવામાં આવે છે.

બીજી તરફ જો આપણે ફક્ત બાળકોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તે તેમના માટે પણ ખૂબ ફાયદાકારક છે. બાળકો માટે તેને પ્યુરી (Carrot puree) તરીકે આપવુ શ્રેષ્ઠ છે. તેનાથી બાળકો (Children)નું પેટ પણ ભરાય છે અને તેની પ્યુરી બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

જોવામાં આવ્યું છે કે માતાઓ તેમના બાળકોને ઘન ખોરાક ખવડાવવાની શરુઆત કરતી વખતે ઘણીવાર મૂંઝવણ અનુભવે છે. આવી સ્થિતિમાં બાળકોને નક્કર ખોરાક આપવા માટે ગાજરની પ્યુરીની મદદ લઈ શકાય છે, કારણ કે તે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આની બીજી વિશેષતા એ છે કે તે કુદરતી રીતે મીઠી હોય છે અને બાળકોને તેનું ટેક્સચર ખૂબ જ ગમે છે. તેમજ તેને બનાવવું પણ એકદમ સરળ છે. જો તમે પણ શિયાળામાં તમારા બાળકને ગાજરની પ્યુરી આપવા માગો છો તો આ રેસિપી અનુસરો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સામગ્રી

થોડું ગાજર
પાણી
શાકભાજીખાંડ (ઈચ્છા મુજબ)

રેસીપી

સૌ પ્રથમ ગાજર લો અને તેને સારી રીતે ધોઈ લો. આમ કરવાથી તેમાંથી માટી નીકળી જશે.
હવે ગાજરને છોલીને બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરો.
આ ગરમ પાણીમાં ગાજરના ટુકડા નાખો. લગભગ 15 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
હવે ગાજરના ટુકડાને ગરમ પાણીમાંથી અલગ કરો. ગરમ ગાજરને ઠંડા પાણીથી ધોઈ લો.
બાફેલા ગાજરને મિક્સ કરો અને મેશ કરતી વખતે થોડું-થોડું પાણી ઉમેરતા રહો.
જો તમે ઈચ્છો તો તેમાં બ્રોકોલી અથવા અન્ય લીલા શાકભાજી પણ ઉમેરી શકો છો.
તમારી પ્યુરી તૈયાર છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ  Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા

Published On - 5:53 pm, Sat, 1 January 22

Next Article