માત્ર કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પૂરતા નથી? હાડકાં અને દાંતની મજબૂતી માટે Vitamin D કેમ છે ‘જરૂરી’?

હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે ઘણા લોકો સપ્લિમેન્ટ્સનો સહારો લે છે પરંતુ શું માત્ર કેલ્શિયમ લેવાથી પૂરેપૂરો ફાયદો મળે છે? સવાલ એ પણ છે કે, કેલ્શિયમ શરીરમાં સાચા અર્થમાં કામ કરે તે માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે અને આહારમાં કયા વિકલ્પો અસરકારક સાબિત થઈ શકે છે?

માત્ર કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પૂરતા નથી? હાડકાં અને દાંતની મજબૂતી માટે Vitamin D કેમ છે જરૂરી?
Image Credit source: AI Generated
| Updated on: Nov 25, 2026 | 3:58 PM

પોતાને સ્વસ્થ રાખવા માટે લોકો સપ્લિમેન્ટ્સનો સહારો લેવા લાગ્યા છે. એક ઉંમર પછી લોકો હાડકાં મજબૂત બનાવવા માટે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લે છે પરંતુ વિટામિન D વગર કેલ્શિયમનું સેવન તમને પૂરો ફાયદો નહીં આપે. કેલ્શિયમને શરીરમાં શોષવા માટે વિટામિન Dની જરૂર પડે છે. તેનાથી શરીરમાં કેલ્શિયમ સારી રીતે લાગે છે.

સામાન્ય રીતે ડૉક્ટરો કેલ્શિયમ સાથે વિટામિન D લેવાનું સુરક્ષિત અને અસરકારક માને છે. કેલ્શિયમ તેમજ વિટામિન D બંને સાથે મળીને હાડકાં મજબૂત રાખવામાં અને તેની ઊણપ રોકવામાં મદદ કરે છે.

Calcium સાથે Vitamin D કેમ જરૂરી છે?

વિટામિન D આપણા શરીરમાં આંતરડામાંથી કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. જો કે, દરેક વખતે જ્યારે તમે કેલ્શિયમ સપ્લિમેન્ટ લો ત્યારે વિટામિન D સપ્લિમેન્ટ લેવાની જરૂર હોતી નથી.

જો તમારા શરીરમાં વિટામિન Dનું સ્તર પહેલેથી જ યોગ્ય હોય અથવા તમે દરરોજ થોડો સમય તડકામાં વિતાવો છો, તો તેનાથી કુદરતી રીતે વિટામિન D મળતું રહે છે. એવામાં જ્યારે કેલ્શિયમનું સેવન કરો, ત્યારે વિટામિન Dનું પણ ધ્યાન રાખો. આનાથી તમારા શરીરના હાડકાંમાં કેલ્શિયમ સારી રીતે પહોંચે છે.

કેલ્શિયમની ઊણપ પૂરી કરવા માટે શું ખાવું?

શરીરમાં કેલ્શિયમની ઊણપ થાય ત્યારે લોકો ખાવા-પીવાની વસ્તુઓ ડાયટમાં એડ (Add) કરી શકે છે. કેલ્શિયમની ઊણપ દૂર કરવા માટે દરરોજ 1-2 ગ્લાસ દૂધ પીવો. દૂધ ઓછું લેતા હોવ તો જમવામાં 1-2 વાટકી દહીં ખાઓ. આ ઉપરાંત, માખણ અને ઘી ખાઓ. શાકભાજીમાં બ્રોકલીમાં કેલ્શિયમ હોય છે.

આ સિવાય કોબીજમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, સફેદ તલમાં ઘણું વધારે કેલ્શિયમ હોય છે. મખાના, ફિશ, નોનવેજ, ઈંડા જેવી વસ્તુઓ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. પનીરમાં પણ કેલ્શિયમ જોવા મળે છે.

Calcium કેમ જરૂરી છે?

જો શરીરમાં જરૂરિયાત કરતાં વધારે કેલ્શિયમ ઓછું થઈ રહ્યું હોય અને તમે રોજની ડાયટમાં કેલ્શિયમ એડ (Add) ન કરી શકતા હોવ, તો કેલ્શિયમ સપ્લિમેન્ટ્સથી ઊણપ પૂરી કરી શકાય છે.

કેલ્શિયમ શરીરમાં હાડકાં મજબૂત બનાવવામાં, દાંત સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કેલ્શિયમની ઊણપથી હાડકાં તૂટી જવાનું જોખમ વધે છે અને દાંત નબળા પડી જાય છે.

નોંધ: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તે કોઈ તબીબી સલાહ કે નિદાનનો વિકલ્પ નથી. કોઈપણ સપ્લિમેન્ટ્સ શરૂ કરતા પહેલાં અથવા ડાયટમાં ફેરફાર કરતા પહેલાં ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

7 દિવસમાં ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? ચહેરા પર કુદરતી નિખાર લાવવા માટે પીવો આ ‘ખાસ જ્યુસ’

Follow Us
Loading...
Unable to load recommendations.