રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના જણાવેલા ઉપચારો આજે પણ લોકો ઉપયોગમાં લે છે અને લોકો કહે છે કે તેનાથી ફાયદો પણ થાય છે. રાજીવ દીક્ષિતે જણાવ્યું કે ઊંઘ ન લેવાના કારણે પહેલા તો તમારા શરીરની આખો પર અસર જોવા મળે છે. જે લોકો ખેતીમાં કામ કરે છે અથવા મજૂરી કામ કરે છે, તેમને 7થી 8 કલાક ઊંઘ લેવી જોઈએ, ઓછામાં ઓછી 7 કલાક અને વધારેમાં વધારે 8 કલાક નિંદર લેવી જોઈએ.
જ્યારે જે લોકો માનસીક શ્રમ કરે છે મતલબ કે કોઈ બેન્કમાં કામ કરતા લોકો, બેન્કમાં શરીરનું તો કોઈ કામ નથી. જે લોકો શરીરનું કામ નથી કરતા તેમના માટે વધારેને વધારે 7 કલાક જ્યારે ઓછામાં ઓછા 6 કલાક ઊંઘ લેવી જોઇએ. જો કે મોટી ઉમરના લોકો માટે જેમની ઉમર 60-70 હોય તેમના માટે 6 કલાકથી લઈ 8 કલાક સુધી ઊંઘ હોવી જોઈએ. જેમની ઉમર 15થી 20 વર્ષની હોય તેમના માટે 9 કલાક ઊંઘ લઈ શકે છે. જ્યારે 5 વર્ષના બાળકો માટે 10 કલાકની ઊંઘ લેવી જોઈએ. જ્યારે 3 વર્ષની નાની ઉંમરના બાળકો માટે 12થી 14 કલાકની નિંદર જરૂરી છે. જ્યારે 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 18 કલાકની ઊંઘ જરૂરી છે.
પહેલા તો તમે રાત્રે ઉંધવાનો સમય નક્કિ કરો, દાખલા તરીકે 9 વાગ્યે સુઓ તો સવારે 6 વાગ્યે ઉઠી જવાનું, તેનાથી તમારી નિંદર સારી રીતે પુરી થશે. જો કે રાત્રે 10 વાગ્યે સુવા વાળાએ સવારમાં 7 વાગ્યે તો ઉઠી જ જવુ જોઈએ અને રાત્રે 9 વાગ્યા પહેલા 8 વાગ્યે સુઈ જાઓ તો સવારે 5 વાગ્યે ઉઠી જાઓ, 7 વાગ્યે સુઈ શકો તો સવારે 4 વાગ્યે ઉઠી જાઓ. મહત્વનું છે કે ઊંઘતા પહેલા તમારે ઓછામાં ઓછા 2થી 3 કલાક પહેલા જમી લેવુ જોઇએ. જમ્યા પછી તરત જ સુઈ જવાથી હાર્ટએટેકનો ખતરો વધી શકે છે. ડાયબીટીશ પણ થઈ શકે છે.
તમે મોટાભાગે નાના બાળકોને સૂતા જોયા હશે, જ્યારે વડીલો મોટાભાગે જાગતા જ હશે. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થાય છે. તેની પાછળ ઉંમર એક મોટું પરિબળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને અલગ-અલગ ઉંમરે વધુ કે ઓછી ઊંઘની જરૂર હોય છે. જો તમે દરેક ઉંમરે પૂરતી ઊંઘ લેશો, તો તમે શારીરિક અને માનસિક રીતે ફિટ અને સ્વસ્થ રહેશો. આ સિવાય જરૂરી કરતા ઓછી ઊંઘ લેવી પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. છેવટે, ઊંઘનું સાચું ગણિત શું છે? આજે અમે તમને આ સવાલનો જવાબ જણાવીશું. આ સાથે અમે જણાવીશું કે કઈ ઉંમરે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે.
મોટા ભાગના નિષ્ણાતો પુખ્ત વયના લોકોને દરરોજ 7 કલાક સૂવાની ભલામણ કરે છે. ઘણી વખત લોકો આનાથી વધુ ઊંઘે છે, તો કેટલાક લોકો આટલી ઊંઘ પણ મેળવી શકતા નથી. ઊંઘના અભાવે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. પુખ્ત વયની વાત બની ગઈ છે, હવે ચાલો જાણીએ કે બાળકો અને વૃદ્ધો માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે-
કેટલાક લોકોની જીવનશૈલી એવી હોય છે કે તેઓ દિવસમાં માત્ર થોડા કલાકો જ સૂઈ શકે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઓછી ઊંઘ લેવાથી વારંવાર રોગો થવાનું જોખમ વધી જાય છે. પૂરતી ઊંઘ ન લેવાથી ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હ્રદયરોગ, સ્થૂળતા અને ડિપ્રેશન જેવી બીમારીઓ થઈ શકે છે. એટલા માટે બધા લોકોએ દરરોજ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો