Fitness Tips: વર્ક ફ્રોમ હોમમાં પીઠનો દુખાવો કરી ગયો છે ઘર? રાહત માટે આપવાનો આ ટીપ્સ

|

Aug 03, 2021 | 9:02 AM

કોરોના બાદ વર્ક ફ્રોમ હોમ ઘણા બધા કરી રહ્યા છે. આવા સમયે લોકોને પીઠ, કમર અને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલો જણાવીએ કસરતો જેનાથી તમને સમસ્યામાં રાહત મળશે.

Fitness Tips: વર્ક ફ્રોમ હોમમાં પીઠનો દુખાવો કરી ગયો છે ઘર? રાહત માટે આપવાનો આ ટીપ્સ
Back Pain problem increase during work from home? These tips will give you relief

Follow us on

કોરોના યુગમાં સમગ્ર વિશ્વમાં લોકોએ તેમની કામ કરવાની રીત બદલવી પડી છે. આ વચ્ચે ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો પાસે ઓફિસ સેટઅપ નથી હોતું. આ કારણે તેમને બેડ, ટેબલ અથવા સોફા પર કામ કરવું પડે છે. જોકે શરૂઆતમાં આ સેટઅપ ખૂબ સારું લાગે છે. પરંતુ સમય જતાં, આના કારણે ગરદન, પીઠ અને ઘૂંટણના દુખાવાની સમસ્યા પણ વધી છે.

આ રીતે કામ કરવાથી કરોડરજ્જુના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી ગઈ છે. તે જ સમયે એક ન્યુટ્રિશનિસ્ટે આ પીડામાંથી રાહત મેળવવા માટે એક વીડિયો શેર કરેલો છે. જે અત્યારના સમયે પણ ખુબ અગત્યનો છે. આ વિડીયોમાં તેમણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ શેર કરી છે. પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે તમે કઇ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો તે ચાલો તમને જણાવીએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ન્યુટ્રિશનિસ્ટનો વાયરલ વિડીયો

ન્યુટ્રિશનિસ્ટે સોશિયલ મીડિયા પર કેટલીક સરળ સ્ટ્રેચ એક્સરસાઇઝ શેર કરી છે. તમે આને તમારી દિનચર્યામાં શામેલ કરી શકો છો. તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો છે. જેમાં બતાવેલી કસરત ફાયદાકારક માનવામાં આવે છે. આ પીઠનો દુખાવો અટકાવવામાં મદદ કરી શકે છે. વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે આ ત્રણ સ્ટ્રેચ બેડ પર પણ કરી શકો છો. તમે સવારે અથવા સૂતા પહેલા આ કરી શકો છો. તે પીઠનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને કાયમની અતિશય ફૂલેલી નસોમાં મદદ કરે છે.

1. ઘૂંટણથી છાતી સુધી

આ એક સરળ સ્ટ્રેચ છે. તે પીઠનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આ સૂચવતી વખતે, ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે આમાં તમારે દરેક પગને 5 સેકન્ડ સુધી પકડી રાખવો જોઈએ. આ બે પગને એકસાથે જોડો અને ફરી એક સાથે બંનેને 5 સેકન્ડ માટે પકડી રાખો.

2. સ્પાઇનલ ટ્વિસ્ટ

બીજું સ્ટ્રેચ બેઠેલા કરોડરજ્જુના ટ્વિસ્ટ જેવું જ છે. આ તમને પીઠના દુખાવામાં પણ રાહત આપશે. આ કરતી વખતે, તમારે નીચલા શરીરને ડાબી બાજુ ફેરવવું પડશે. આમાં, શરીરના ઉપલા ભાગને સીધો રાખો. અને બીજી બાજુ આનું પુનરાવર્તન કરો.

3. ત્રીજો સ્ટ્રેચ

ત્રીજો સ્ટ્રેચ કરવા માટે, તમારે તમારો ડાબો પગ જમણા ઘૂંટણ પર રાખવો પડશે. તમારે બંને પગ સાથે 5 સેકન્ડ માટે આ પોઝ કરવો પડશે. આ સ્ટ્રેચ પીઠના દુખાવામાં રાહત આપશે.

 

આ પણ વાંચો: ફાયદાકારક: રોજ સવારે 30 મિનીટ સાઈકલનું ચક્કર બદલી દેશે તમારુ જીવન ચક્ર, જાણો ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય

Next Article