Health: શું તમે ખોટી રીતે પ્રોટીન શેક પી રહ્યા છો? શરીરને આ નુકસાન થઈ શકે છે

Protein shake side effects: પ્રોટીન શેકના ખોટી રીતે સેવનમાં તેને વધુ પડતી માત્રામાં પીવું અને ગમે ત્યારે તેનું સેવન કરવું શામેલ છે. જો તમે પણ પ્રોટીન શેક પીતી વખતે ભૂલો કરતા હો તો એકવાર જાણી લો તેનાથી થતા નુકસાન.

Health: શું તમે ખોટી રીતે પ્રોટીન શેક પી રહ્યા છો? શરીરને આ નુકસાન થઈ શકે છે
Protein shake causes these damages to the body
| Edited By: | Updated on: Mar 20, 2022 | 9:53 AM

મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે અલગ-અલગ રીતે ઘણી બધી વસ્તુઓનું સેવન ( Healthy food tips ) કરે છે. આ પદ્ધતિઓમાંથી એક પ્રોટીન શેક પણ છે, તેને આહારનો ભાગ બનાવવો એ આજકાલ કોઈ ટ્રેન્ડથી ઓછુ નથી. મોટાભાગના લોકો જે જીમ કે વર્કઆઉટ કરે છે તેઓ પ્રોટીન શેકના સેવનને ખૂબ જ હેલ્ધી માને છે. જો કે પ્રોટીન શેકનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી શરીરમાં સમસ્યાઓ થઈ શકે ( Protein shake side effects) છે. એવું કહેવાય છે કે ખોટી રીતે તેનું સેવન કરવાથી શરીરમાં સોજો, કિડનીમાં સમસ્યા અથવા ડિહાઈડ્રેશન ( Dehydration ) થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર મોટાભાગના લોકો પ્રોટીન શેકના ગેરફાયદાથી અજાણ છે અને તેઓ તેનું સતત સેવન કરતા રહે છે. એક સમયે તેમને નુકસાન સહન કરવું પડે છે.

તજજ્ઞોના મતે, તેનું ખોટી રીતે પ્રોટીન શેકનું સેવન કરવું, તેને વધુ માત્રામાં પીવું અને ગમે ત્યારે તેનું સેવન કરવું શામેલ છે. જો તમે પણ પ્રોટીન શેક પીતી વખતે ભૂલો કરતા હોવ તો એકવાર જાણી લો તેનાથી થતા નુકસાન. અમે તમને આ પદ્ધતિના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ડિહાઈડ્રેશન

પ્રોટીન શેક આવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીર માટે સારા માનવામાં આવે છે. જો કે પ્રોટીન શેક વધારે અને ખોટા સમયે પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તજજ્ઞોના મતે તે ખૂબ ભારે છે અને તેથી તેને પચાવવા માટે શરીરમાં પાણીની પૂરતી માત્રા હોવી જોઈએ. જો તમે ઓછું પાણી પીઓ છો તો આ સ્થિતિમાં તમને ડિહાઈડ્રેશન થઈ શકે છે.

લીવર

તજજ્ઞો માને છે કે પ્રોટીન શેકના વધુ પડતા સેવનથી લીવરમાં બળતરા થઈ શકે છે. કહેવાય છે કે યોગ્ય માત્રામાં પ્રોટીન શેક પીવાથી લીવર સ્વસ્થ રહે છે, પરંતુ જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ડોક્ટરની સલાહ પર જ પ્રોટીન શેકનું સેવન કરો.

એસિડિટી

એવું માનવામાં આવે છે કે જો પ્રોટીન શેક વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તે પેટમાં ગેસ પણ બનાવે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો જિમ અથવા વર્કઆઉટ કર્યા પછી સવારે ખાલી પેટ પ્રોટીન શેકથી દિવસની શરૂઆત કરે છે. આ સ્થિતિમાં ક્યારેક પેટમાં ગેસ અને એસિડિટી થઈ શકે છે. આ ગેસના કારણે દિવસભર સ્વાસ્થ્ય બગડી શકે છે. આવી સ્થિતિમાં, સવારે નાસ્તો કર્યા પછી જ તેનું સેવન કરવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો-

Blood Sugar Level: અજમાવો આ ઘરગથ્થુ ઉપચારો, મીઠાઈ ખાવા છતાં સુગર લેવલનિયંત્રિત રહેશે

આ પણ વાંચો-

Holi 2022: હોળીની વાનગીઓ ખાધા પછી પેટ ખરાબ થઈ ગયુ છે તો આ ઘરેલું ઉપાયો ઉપયોગી થશે