શું તમને પણ વારંવાર એસીડીટી થાય છે, પૈસા ખર્ચ્યા વગર જ આ રીતે છુટકારો મળવો

|

Jun 05, 2023 | 4:30 PM

કેટલાક લોકો એસિડિટીથી રાહત મેળવવા માટે હિંગ અને અજમો ખાય છે. જો કે, અહીં અમે તમને કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે.

શું તમને પણ વારંવાર એસીડીટી થાય છે, પૈસા ખર્ચ્યા વગર જ આ રીતે છુટકારો મળવો

Follow us on

Gastric Problem: એસીડીટી એટલે કે, ગેસની સમસ્યા છે, જે કોઈને પણ થઈ શકે છે. ગેસએ પેટની સામાન્ય સમસ્યા છે જે ધરેલું નુસ્ખાથી દુર થઈ શકે છે પરંતુ એસીડીટીના કારણે પેટમાં દુખાવો, બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચારથી તમને એસિડિટીની સમસ્યા દુર થઈ શકે છે.એસિડિટીના કારણે પણ બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકો તેનાથી રાહત મેળવવા માટે હિંગ અને અજમો ખાય છે. જો કે, અહીં અમે તમને કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે.

જમ્યા પછી ચાલવું

એસિડિટીથી બચવા માટે ખોરાક ખાધા પછી તરત આરામ ન કરો. તેના બદલે થોડું ચાલવાનું રાખો. તમને જણાવી દઈએ કે ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે જમ્યા પછી તરત જ બેસી રહેવાથી કે સૂવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. એટલા માટે લગભગ 15 થી 20 મિનિટ ચાલવું જરુરી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અજમાનું પાણી પીવો

જો તમે સવારના અજમાનું પાણી પીઓ છો તો પેટની અનેક સમસ્યા દુર થઈ શકે છે. અજમાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યામાંથી રાહત મળે છે. અડધી ચમચી અજમાનો પાવડર ગરમ પાણીની સાથે પીઓ

આ પણ વાંચો :ઉનાળામાં સૂકા અંજીર ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યની સમસ્યાઓ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

હર્બલ ચા પીવો

તમને જણાવી દઈએ કે, કેટલીક હર્બલ ચા પણ ગેસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેમોમાઈલ ચા, વરિયાળીની ચા, ગ્રીન ટી અને આદુની ચા દ્વારા એસિડિટી અને કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.

એપલ સાઈડર વિનેગાર

તમને કદાચ ખબર પણ નહીં હોય કે એપલ સાઇડર વિનેગર પેટમાં એસિડ અને પાચનમાં મદદ કરે છે. તે ગેસના દુખાવાને ઝડપથી ઓછો કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. એસિડિટીમાં જમતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર મિક્સ કરો. તેનાથી ઘણી રાહત મળશે.

જમવાની આદત બદલો

આપણી ખાવાની આદતોને કારણે પેટનું ફૂલવું કે ગેસ થવાની ફરિયાદ પણ થાય છે. જલ્દી જમવા ઉપરાંત જમતી વખતે બોલવા જેવી આદતો ખાવાની સાથે પેટમાં હવા પણ જાય છે અને ગેસ વધુ બનવા લાગે છે.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article