
Mishri Benefits: આયુર્વેદમાં સાકરને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ખાંડનું unrefined સ્વરૂપ છે. સાકરને બનાવવા માટે શેરડીનો રસ વપરાય છે. સાકર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. સાકરનો ઉપયોગ ઘણી રીતે થાય છે. તમે દૂધ સાથે સાકર લઈ શકો છો.
તેનો ઉપયોગ અનેક પ્રકારની મીઠાઈઓમાં પણ થાય છે. તેની સાથે વરિયાળી સાથે સાકરને માઉથ ફ્રેશનર તરીકે પણ લઈ શકાય છે. ચાલો અહીં જાણીએ કે સાકર ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
સૂકી ઉધરસમાં તમે સાકરને લઈ શકો છો. તેને મોઢામાં રાખીને ચાવશો નહીં. તેમાંથી નીકળતા જ્યુસમાંથી ધીમે ધીમે તમને રાહત મળશે. સૂકી ઉધરસથી રાહત મેળવવા માટે તમે સાકર ખાઈ શકો છો.
સાકરની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં તમે સાકરનું પાણી પી શકો છો. સાકરનું પાણી પીવાથી ગરમીથી રાહત મળે છે.
ઘણી વખત એસિડિટીને કારણે ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા મોઢાંમાં સાકર રાખી શકો છો. તેનાથી એસિડીટીમાં રાહત મળશે.
સાકરમાં આયરન ભરપુર હોય છે. જે હીમોગ્લોબિનના સ્તરમાં સુધારો કરે છે. બ્લ્ડ સર્કુલેશનમાં પણ સુધારો કરે છે. તમે ગરમ દુધની સાથે સાકર ખાય શકો છો. સાકર થાક લાગવામાં કે પછી જો ચક્કર આવે તેનાથી રાહત મળે છે.
સાકરમાં સુક્રોજ વધુ માત્રામાં હોય છે. સાકર ખાવાથી તમારું ઉજાનું સ્તર વધી જાય છે. તમે જમ્યા બાદ સાકર ખાય શકો છો. જે તમને એક્ટિવ રાખે છે. જેનાથી તમારું એનર્જી લેવલ વધે છે.
સાકર તમારા મેન્ટલ હેલ્થ માટે ખુબ સારી છે. સાકર તમારા સ્ટ્રેસને ઓછો કરે છે. જો રાત્રે સુતા પહેલા દુધમાં સાકરને મિક્સ કરી લઈ શકો છો. જેનાથી તમને ઉંધ પણ સારી આવશે.
સાકર ખાંડની તુલનામાં હેલ્ધી છે. જે તમારું પાચન સારું કરી શકે છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો