Health: 30 વર્ષની ઉંમર પછી આ કઠોળ ખાવા જરૂરી બની જાય છે, જાણો કેમ

જો તમે પણ 30 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છો તો જાણી લો કે હવે તમારે તમારી જીવનશૈલી અને ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન આપણા શરીર, સ્વાસ્થ્ય અને મનમાં બદલાવ આવે છે. આવી સ્થિતિમાં યોગ્ય આહારનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Health: 30 વર્ષની ઉંમર પછી આ કઠોળ ખાવા જરૂરી બની જાય છે, જાણો કેમ
pulses
| Edited By: | Updated on: Dec 21, 2021 | 10:26 PM

ઉંમર(Age) વધવાની સાથે આપણા શરીર(Body)માં ઘણા ફેરફારો થાય છે. 30 વર્ષની ઉંમર પછી જીવન(Life)માં મોટો બદલાવ જોવા મળે છે. જો જોવામાં આવે તો 30 વર્ષની ઉંમર દરમિયાન કે પછી મોટા ભાગના લોકો પર ઘણી બધી જવાબદારીઓ (Responsibilities) હોય છે. જો તમે પણ આ ઉંમર પછીનો સ્ટેજ પાર કરી રહ્યા હોવ તો જાણી લો કે હવે તમારે તમારી જીવનશૈલી (Lifestyle) અને ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન આપણા શરીર, સ્વાસ્થ્ય અને મનમાં બદલાવ આવે છે. આવી સ્થિતિમાં યોગ્ય આહારનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

આ ઉંમર દરમિયાન શરીરમાં પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમની ઉણપ ન હોવી જોઈએ. પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે કઠોળ ખાવુ એ એકદમ યોગ્ય માનવામાં આવે છે, પરંતુ ઉંમરનો આ તબક્કો પાર કર્યા પછી કયુ કઠોળ ખાવુ જોઈએ તે જાણવું પણ જરૂરી છે. અમે તમને એવા કઠોળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ન માત્ર પ્રોટીનની કમી પૂરી કરશે, પરંતુ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે.

 

ચોળા

ચોળાને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે. તે પચવામાં પણ ખૂબ જ સરળ છે. ચામડી અને વાળની ​​સંભાળ માટે પણ ચોળા ફાયદાકારક છે, તેને અઠવાડિયામાં બે વાર ખાવા જોઇએ.

 

ચણાની દાળ

ચણાની દાળ દરેક ઋતુમાં ખાઈ શકાય છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા ઉપરાંત તે કમળાના રોગને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ સાથે તે શરીરમાં એનર્જી જાળવી રાખે છે અને પેટને પણ સ્વચ્છ રાખે છે.

 

રાજમા

રાજમા અને ભાતના સ્વાદની વાત જ કંઈક અલગ હોય છે. તે ટેસ્ટી હોવા ઉપરાંત શરીર માટે પણ ફાયદાકારક છે. જો કે તેની અસર શરીર માટે ઠંડી માનવામાં આવે છે, પરંતુ જો તેને શિયાળામાં સેવન કરવું હોય તો બપોરે જ કરી શકાય અને સ્વસ્થ રહી શકાય.

 

ચણા

ચણામાં આયર્ન, પ્રોટીન અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. ચણાને ડાયટમાં સામેલ કરો, તે ઝિંકની ઉણપને તો પૂરી કરશે જ સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરશે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

આ પણ વાંચોઃ સુરત કોર્પોરેશનના કોરોના નિયંત્રણ માટે પ્રયાસ,ટેક્સટાઇલ માર્કેટ અને એસોસિએશન સાથે બેઠક

 

આ પણ વાંચોઃ Omicron: કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી, કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી સતર્ક રહેવા સૂચના આપી