કોરોનાનું એક નવું લક્ષણ સામે આવ્યું, જો મોઢામાં થઈ રહી છે આ સમસ્યા, તો સાવધાન રહો

|

Oct 28, 2022 | 4:58 PM

ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ x bb અને bf.7એ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની નવી લહેરનું જોખમ વધાર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. WHO કહે છે કે, આગામી દિવસોમાં કોરોનાની નવી લહેર આવી શકે છે.

કોરોનાનું એક નવું લક્ષણ સામે આવ્યું, જો મોઢામાં થઈ રહી છે આ સમસ્યા, તો સાવધાન રહો
Corona Virus

Follow us on

કોરોના મહામારીને ત્રણ વર્ષ થવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વાયરસ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ હવે વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનું જોખમ વધી રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટના કારણે કોવિડની નવી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાયરસની અસર અને લક્ષણોને લઈને સતત સંશોધન થઈ રહ્યા છે. આ ક્રમમાં એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે આ વાયરસના લક્ષણ કોરોના સંક્રમિત દર્દીના મોંમાં 30 દિવસથી વધુ સમય સુધી રહી શકે છે. કોરોના વાયરસના મોટાભાગના લક્ષણો શ્વસન માર્ગ અને નાક સાથે સંબંધિત છે, પરંતુ તે મોંનું પણ એક લક્ષણ છે. હવે કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના ઘણા પ્રકારો આવી રહ્યા છે, હવે આ લક્ષણને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.

આ છે લક્ષણ

સ્પેનના સંશોધકોએ એક સંશોધન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડથી સંક્રમિત થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા ચોથા ભાગના દર્દીઓના મોઢામાં ફોલ્લા જોવા મળ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ ફોલ્લા જીભની આસપાસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મોંની અંદર છાલા પડવા એ કોવિડનું લક્ષણ છે, જો કે દરેક કિસ્સામાં તે કોવિડનું લક્ષણ નથી.

ફોલ્લા અન્ય ઘણી સમસ્યાઓના કારણે પણ થઈ શકે છે. તેમાં પેટ ખરાબ થવું, ઓરલ ઈન્ફેક્શન પણ એક મોટું કારણ છે. જો કે, જો ફોલ્લા જીભની આસપાસ હોય અને તેની સાથે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તે કોવિડનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોનાની નવી લહેર આવવાનો ભય

ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ x bb અને bf.7એ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની નવી લહેરનું જોખમ વધાર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. WHO કહે છે કે, x bb વેરિઅન્ટ અત્યંત ચેપી છે. તે રસી દ્વારા બનાવવામાં આવેલ રોગપ્રતિકારક શક્તિને પણ હરાવી શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં કોરોનાની નવી લહેર આવી શકે છે.

આવી સ્થિતિમાં તમામ દેશોએ સતર્ક રહેવું પડશે. ડબ્લ્યુએચઓએ તમામ દેશોને સલાહ આપી છે કે, તેઓ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવતા લોકોનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ વધારવામાં આવે. આ સાથે જીનોમ સિક્વન્સિંગ અને કોવિડ ટેસ્ટ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

Next Article