Weight Loss Tips: વજન ઘટાડવા માટે ના ખાઓ આ 3 ફ્રૂટ, નહીં તો થશે નુકસાન

|

Mar 11, 2021 | 10:36 AM

Weight Loss Tips : આજે ઘણા લોકો વધતા વજનને લઈને વધુ પરેશાન છે. જાડિયાપણુ લોકો માટે સૌથી વધુ માથાનો દુખાવો હોય છે. આ માટે લોકો હવે પહેલાથી વધુ ફિટનેસ પર ધ્યાન આપે છે.

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ના ખાઓ આ 3 ફ્રૂટ, નહીં તો થશે નુકસાન

Follow us on

Weight Loss Tips : આજે ઘણા લોકો વધતા વજનને લઈને વધુ પરેશાન છે. જાડિયાપણુ લોકો માટે સૌથી વધુ માથાનો દુખાવો હોય છે. આ માટે લોકો હવે પહેલાથી વધુ ફિટનેસ પર ધ્યાન આપે છે. લોકો વજન ઘટાડવા માટે ફ્રુટનું સેવન કરતા હોય છે. પરંતુ ફ્રૂટનું સેવન કરવાથી વજન ઘટવાની બદલે વજનમાં વધારો કરશે. આવો જાણીએ ક્યાં ફળ છે જેને વજન ઘટાડવા દરમિયાન ના ખાવા જોઈએ. વજન ઘટાડવા માટે સૌથી પહેલા એ ફ્રુટનું સેવન ના કરવું જોઈએ જેમાં કેલેરીની માત્રા વધુ હોય છે.

કેળા ના ખાવા જોઈએ
જો કોઈ પોતાનું શરીર બનાવવા માંગે છે. તો તેણે કેળાને તેના આહારમાં સામેલ કરવું જોઈએ. તેમાં ફાઇબર, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડન્ટ વધુ હોય છે. તે માત્ર ઇમ્યુનીટીને બુસ્ટ જ નથી કરતા પરંતુ પાચનતંત્રને મજબૂત પણ બનાવે છે. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો કેળા બિલકુલ ન ખાઓ. કેળામાં ખાંડની માત્રા ખૂબ હોય છે. આ સ્થિતીમાં કેળાનું સેવન વજન વધારી શકે છે.

કેરી
ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ કેરીનું સેવન વજન વધારી શકે છે. આ કારણ છે કે સામાન્ય સાઈઝ કેરીમાં ખાંડ ખૂબ હોય છે. આ સ્થિતિમાં જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો કેરીનું સેવન બિલકુલ ના કરો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દ્રાક્ષ
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો દ્રાક્ષ નું સેવન ના કરવું જોઈએ. દ્રાક્ષનું સેવન કરવાથી તમારું વજન પણ વધી શકે છે. જો તમે એક કપ દ્રાક્ષ ખાશો, તો તેમાં લગભગ 67 ગ્રામ કેલરી હોય છે. જે તમારા મોટાપાનું કારણ બની શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article