વજન ઘટાડવા સાથે ઇમ્યુનીટી વધારવું છે? જાણો કયા ફળમાં છે આ તમામ ગુણ અને મેળવો ટીપ્સ

|

Feb 17, 2021 | 4:06 PM

પાઈનેપલમાં(Pineapple) રહેલા એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરને રોગ પ્રતિકારક શકિત વધારવાનું કામ કરે છે. જે આપણા શરીરને રોગોથી બચાવે છે.

વજન ઘટાડવા સાથે ઇમ્યુનીટી વધારવું છે? જાણો કયા ફળમાં છે આ તમામ ગુણ અને મેળવો ટીપ્સ

Follow us on

પાઈનેપલ (Pineapple) એક બહુ જ સ્વાદિષ્ટ ફળ છે. આ સાથે જ તે ફાયદેમંદ છે. પાઈનેપલમાં(Pineapple)  ફક્ત ખાટો-મીઠ્ઠો સ્વાદ જ છુપાયેલો નથી હોતો પરંતુ સ્વાસ્થ્યના લાભના ગુણો પણ હોય છે. પાઈનેપલમાં વિટામિન એ અને સૌથી ભરપૂર છે. પાઈનેપલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, મૈગનીઝ અને ફોલેટથી ભરપૂર હોય છે.

પાઈનેપલમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરને રોગ પ્રતિકારક શકિત વધારવાનું કામ કરે છે. જે આપણા શરીરને રોગોથી બચાવે છે. જેનું સેવન શરીર માટે વધુ ફાયદેમંદ થઇ શકે છે. તાવમાં પાઈનેપલનું સેવનકરવામાં આવે તો તાવ ઓછો થઇ જાય છે. પાઈનેપલ પેટના ગેસ, પેટનો દુખાવો, એસીડીટી અને શારીરિક તકલીફને દૂર કરે છે. પાઈનેપલનું દરરોજ સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આવો જાણીએ કંઈ બીમારી સામે ફાયદો મળી જાય છે.

ઇમ્યુનીટી વધારે છે પાઈનેપલ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પાઈનેપલ એક એવું ફળ છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પાઈનેપલમાં વિટામિન સીનું પ્રમાણ 78.9% છે. તેને ખાવાથી શરીરના વિકાસ અને સારવારમાં ઘણી મદદ મળે છે. તે શરીરમાં થતા ઘા અને આયર્નની ઉણપના રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

સ્કિનને સારી રાખે છે
પાઈનેપલમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સીથી ભરપૂર આ ફળ સ્કિન માટે બેહદ ઉપયોગી છે. પાઈનેપલમાં રહેલા તત્વોથી ચહેરા પર ચમક આવે છે. આ દાગ-ધબ્બા દૂર કરે છે.

હાડકાને મજબૂત કરે છે.
પાઈનેપલમાં રહેલા મૈગનીઝને કારણે તે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઓસ્ટિઓપોરોસિસને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. પાઈનેપલમાં રહેલા મૈગનીઝને હાડકાને સુધારવામાં પણ મદદ કરે છે.

વજનને કંટ્રોલ કરે છે.

પાઈનેપલ વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદગાર છે. પાઈનેપલમાં ફ્રુટોઝ સહિતના ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને શક્તિ આપે છે. તેમાં એક કટકામાં લગભગ 42 કેલરી હોય છે. પરંતુ તેમાં ચાર ટકા કાર્બ્સ છે. જેનાથી તમારું પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. આ તમને વજન નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

પાચન શક્તિને મજબૂત કરે છે.
પાઈનેપલમાં બ્રોમેલેન મળી આવે છે. જે એંજાઈમનું મિશ્રણ છે. પાઈનેપલના સેવનથી પાચન શક્તિ મજબૂત થાય છે. પાઈનેપલમાં મળતું બ્રોમેલેન ઘણી બીમારી સામે રક્ષણ આપે છે.

 

કેન્સર સામે મેળવે છે જીત

અનાનસમાં એન્ટીઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ પાઈનેપલ કેન્સર જેવી બીમારી સામે લડવા માટે મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article