skin Tips: મુલતાની માટીનો ફેસપેક દરેક માટે નથી ફાયદાકારક, આ લોકો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખે

|

May 31, 2021 | 2:32 PM

skin Tips: જ્યારે પણ સ્કિન કેર(skin care)ની વાત આવે છે તો મુલતાની માટીના (multani mitti) ફેસપેક (face pack) વિશે જરૂર સલાહ આપવામાં આવે છે.

skin Tips: મુલતાની માટીનો ફેસપેક દરેક માટે નથી ફાયદાકારક, આ લોકો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખે
મુલતાની માટી

Follow us on

skin Tips:  જ્યારે પણ સ્કિન કેર(skin care)ની વાત આવે છે તો મુલતાની માટીના((multani mitti) ફેસપેક (face pack) વિશે જરૂર સલાહ આપવામાં આવે છે. મુલતાની માટી(multani mitti) આમ તો બ્યુટી માટે ખૂબ ફાયદાકારક હોય છે.  તે ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવામાં પણ ઉપયોગી છે. પરંતુ તેના ઘણા નુકસાન પણ હોય છે.

હકીકતમાં મુલતાની માટી એક પ્રકારની પ્રાકૃતિક માટી છે. તેમાં ઔષધીય ગુણો પણ છે. પણ તે તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ મુલતાની માટીથી તમારી ત્વચાને શું શું નુકસાન થઈ શકે છે ?

1). સંવેદનશીલ(senisitive) ત્વચા માટે મુલતાની માટીના ફાયદા થી વધારે નુકસાનદાયક સિદ્ધ થઈ શકે છે. આ તમારી ત્વચા પર હળવા દાણા લાવી શકે છે. સાથે જ ત્વચા રફ પણ થઈ શકે છે. જેમની ત્વચા ડ્રાય છે તેને ભૂલીને પણ તેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. આ ડ્રાય સ્કીન વાળાની ત્વચાને વધારે રુક્ષ બનાવી શકે છે સાથે જ આંખની આસપાસની જગ્યાએ વધારે ડ્રાયનેસથી નુકસાન થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2). મુલતાની માટીની તાસીર ઠંડી હોય છે તેથી જો તમને શરદી ખાંસીની સમસ્યા છે. તો મુલતાની માટીનો ઉપયોગ ભૂલીને પણ ના કરો. તેનાથી તમને વધારે પરેશાની થઇ શકે છે. જો તમે નિયમિત રૂપથી તેનો ઉપયોગ કરો છો તે બંધ કરી દો. કારણ કે તેના વધારે ઉપયોગથી તમારા ચહેરા પર કરચલીઓ આવી શકે છે

3). મુલતાની માટીની ખાસ વાત એ છે કે તે ઓઈલી સ્કિન માટે ખૂબ સારી છે. મુલતાની માટીના વધારે પડતા ઉપયોગથી ચહેરા પર રેશીસ આવી શકે છે. તેથી કેટલીક વાતોને ધ્યાનમાં રાખી તમે તમારી ત્વચાને કોઈપણ પ્રકારના નુકશાનથી બચાવી શકો છો.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના બ્યુટિશ્યન ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article