Skin care : ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર રાખવા કાચા દુધનો આ પ્રયોગ આજે જ અજમાવી જુઓ

|

May 13, 2021 | 5:20 PM

Skin care :દૂધને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે તો આપણે સૌ જાણીએ છે. પરંતુ શું તમે જાણો છો કે કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.

Skin care : ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર રાખવા કાચા દુધનો આ પ્રયોગ આજે જ અજમાવી જુઓ
સાંકેતિક તસ્વીર

Follow us on

Skin care :દૂધને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે તો આપણે સૌ જાણીએ છે. પરંતુ શું તમે જાણો છો કે કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. રૂખી અને બેજાન થયેલી ત્વચાથી છુટકારો મેળવવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.

દૂધમાં વિટામિન એ, ડી, બાયોટીન અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિશેષ કરીને ગરમીની સિઝનમાં બળબળતી બપોરમાં આપણી સ્કિન ખૂબ જ ડ્રાય અને બેજાન થઈ જાય છે. આવા મોસમમાં સ્કિન હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરવાની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે તમે વિચારતા હશો કે કેવી રીતે કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કેવી રીતે કરી શકે ?

સાંકેતિક તસ્વીર

ડ્રાય થઈ ગયેલી અને બેજાન થઈ ગયેલી ત્વચાથી છુટકારો મેળવવા માટે કાચા દૂધનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા વિટામિન ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ત્વચા માટે ફાયદાકારક છે કાચું દૂધ :

મધ અને કાચું દૂધ :
મધ ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમારી સ્કિન ડ્રાય અથવા સેન્સેટિવ હશે, તો મધ અને કાચા દૂધનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.તેના માટે તમારે આ બન્ને વસ્તુઓની પેસ્ટ બનાવવાની છે. અને ત્વચા પર લગાવવાની છે.15 થી 20 મિનિટ પછી ત્વચાને સારી રીતે સાફ કરી અને ધોઈ લેવી. તેનાથી તમને ગરમીમાં થનારી સ્કિન સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે.

હળદર અને કાચું દૂધ :
હળદર એક નેચરલ બ્લીચ એજન્ટ છે. જે સ્કિનને બ્રાઇટ રાખવાની સાથે સાથે ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. તો કાચું દૂધ ફક્ત ક્લીન કરવાનું કામ નથી કરતું, પરંતુ તે ત્વચાને ચમકદાર પણ બનાવવામાં મદદ કરે છે. હળદર અને દૂધ નું પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ઓછામાં ઓછું 10 કે 15 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. તેવું કરવાથી તમારો ચહેરો ચમકદાર બનશે.

ચણાનો લોટ અને કાચું દૂધ
કાચા દૂધને ચણાના લોટ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ગરમીની સિઝનમાં સ્કિન ટેન થી બચી શકાય છે.ચણાનો લોટ અને કાચા દૂધનુ પેસ્ટ તૈયાર કરી લો અને ચહેરા પર તેને હળવા હાથે ઘસો.તે બાદમાં ચહેરાને સાફ પાણીથી ધોઇ કાઢો જેનાથી ચહેરાને પ્રાકૃતિક રીતે નિખાર મળે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 5:09 pm, Thu, 13 May 21

Next Article