Rajkot : જેતપુરના મંડલિકપૂર ગામે અનોખુ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, બળદગાડામાં બેસી દાદી આવ્યા રસી લેવા 

|

May 12, 2021 | 4:35 PM

પગની તકલીફ હોવાથી પગે ચાલીને રસી મૂકાવા જવું થોડું મુશ્કેલ હતું. ત્યારે પોતાના બળદગાડામાં બેસીને ગામની સરકારી સ્કૂલમાં રસી મુકાવવા પહોચ્યા

Rajkot : જેતપુરના મંડલિકપૂર ગામે અનોખુ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, બળદગાડામાં બેસી દાદી આવ્યા રસી લેવા 

Follow us on

Vaccination : કોરોના રસીકરણને લઈને હાલના દિવસોમાં લોકોમાં ઘણી જાગૃતિ જોવા મળી રહી છે. જેને લઈને મોટા શહેરોમાં થતું ડ્રાઈવ થૃ વેકસીનેશન (drive through vaccination) ના કર્યક્રમોને સફળતા મળી રહી છે અને લોકો પોતાની ગાડીઓની લાંબી કતારો લગાવીને કોરોના રસી લઈ રહ્યા છે.

ત્યારે જેતપુર તાલુકાનાં મંડલિકપૂર ગામમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. બળદગાડા થ્રુ (drive thru bullock cart) વેકસીન લેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મંડલીકપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની પ્રાથમીક શાળામાં જે લોકો ને બીજો ડોઝ લેવાનો હતો તે લોકોના રસીકરણ (Vaccination)ની કામગીરી હાથ ધરાઈ હતી.

ત્યારે ગામના એક વયોવૃધ્ધ માજી, શાંતાબેનને બીજો વેકસીનનો ડોઝ લેવાનો હતો. પણ તેને પગની તકલીફ હોવાથી પગે ચાલીને રસી મૂકાવા જવું થોડું મુશ્કેલ હતું. ત્યારે પોતાના બળદગાડામાં બેસીને ગામની સરકારી સ્કૂલમાં રસી મુકાવવા પહોચ્યા હતા.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

બળદગાડામાં બેસીને રસી લેતા શાંતાબેન

શાંતાબેનને પગની તકલીફ હોવાથી તેમને વેકસીન લેવા માટે તેમના ભત્રીજા બિપિન ભાઈએ બળદગાડુ લઈ વેકસીન સેન્ટર પર લઈ આવ્યા હતા અને વિકસીનેશન કરાવ્યું હતું. ત્યારે ત્યાં રહેલો હાજર સ્ટાફ કુસુમબેન વાછાણી અને ઉમેશભાઈ દ્વારા તેમને વેકસીન આપવા બહાર ગાડામાં જ વેકસીન આપી હતી અને પુરતો સહયોગ આપ્યો હતો. આમ આવા અનોખા દ્રશ્યો સૌનું આકર્ષણઉ કેન્દ્ર તો બને જ છે સાથે સાથે કોરોના રસીકરણ પ્રત્યે જાગૃતિનું પણ કામ કરે છે.

આ પણ વાંચો: Health Tips: વૃદ્ધાવસ્થાએ જોવા મળતી અલ્ઝાઇમરની બીમારી, જાણો શું હોય છે લક્ષણો

Next Article