ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા

|

Oct 07, 2020 | 6:20 PM

ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આર્યન ભરપૂર છે. ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા, તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ઘણા આવેલા છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટોરેલ ઓછું થાય છે. તેનાથી હેલ્થના પણ અનેક ફાયદા છે. ખજૂર ખાવાના […]

ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા

Follow us on

ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આર્યન ભરપૂર છે. ઇન્સ્ટન્ટ એનર્જી સાથે લોહીની ઉણપને માત આપવા માગો છો? તો આ વસ્તુ ખાવાની શરૂઆત કરી દો, એક નહી 7 છે તેના ફાયદા, તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ઘણા આવેલા છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટોરેલ ઓછું થાય છે. તેનાથી હેલ્થના પણ અનેક ફાયદા છે.

ખજૂર ખાવાના ફાયદા :

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

1).ખજૂરમાં કોલેસ્ટોરેલ નથી અને તેમાં ફેટ પણ ઓછી છે અને તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ઘણા બધા છે.

2). તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઈ કોલેસ્ટોરેલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1, બી2, બી3 અને બી5 આવેલા છે. અને વિટામિન એ અને વિટામિન સી પણ આવેલા છે.

3). તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તુરંત જ ઉર્જા આપે છે. કારણ કે તેમાં નેચરલી સુગર રહેલી છે. જેમ કે ગ્લુકોઝઝ સુક્રોઝ અને ફ્રુકટોઝ. તેનો વધુ ફાયદો મળે તે માટે દૂધમાં મિક્સ કરીને પીવાથી ખાંડ નાંખવી પડતી નથી અને સ્વાદ તથા પોષણ પણ મળે છે.

4). ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ

જેવા તત્વો આવેલા છે. જે આપણા શરીરમાં આવેલી નર્વ સિસ્ટમને સંતુલિત રાખવાનું કામ કરે છે. પોટેશિયમને જો જરૂરી પ્રમાણમાં રેગ્યુલરલી લેવામાં આવે તો વ્યક્તિને સ્ટ્રોકથી દૂર રાખે છે. દિવસમાં 2-3 ખજૂર ખાવાથી LDL કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.

5). ઓછું લોહી હોય તો તેમને ખજૂર ખાવાનું કહેવામાં આવે છે. વિશેેેષ કરીને અમુક ઉંમરમાં આ ખજૂર ખાવાથી ખૂબ ફાયદો થાય છે. 15 થી 17 વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવા જોઈએ. મેનોપોઝ દરમ્યાન પણ રોજ 2-3 ખજૂર ખાવાથી એનિમિયા દૂર થાય છે.

6). ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વધે છે. વારંવાર થાક લાગવો, બેચેની લાગવી, પગના દુઃખાવાની સમસ્યા દૂર થાય છે.

7). વધુ પડતા પાતળા લોકો થોડો ખજૂર ખાય તો વજન વધારવામાં મદદ મળે છે. ખજૂર આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઈબર્સને કારણે કબજિયાત થતી નથી અને દ્રષ્ટિ સારી રહે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:23 pm, Tue, 22 September 20

Next Article