Health Tips : માઈગ્રેન થવા પાછળ છે આ કારણ, માઈગ્રેનને દૂર કરવા અપનાવો આ ઉપાય

|

Jun 13, 2021 | 4:01 PM

Health Tips : વારંવાર માથાનો દુખાવો અને આધાશીશી (Migraine) થવાની સમસ્યા સામાન્ય છે. પણ તે લોકોની જીવનશૈલીમાં મોટા અને ગંભીર પરિણામો પણ લાવી શકે છે.

Health Tips : માઈગ્રેન થવા પાછળ છે આ કારણ, માઈગ્રેનને દૂર કરવા અપનાવો આ ઉપાય
માઈગ્રેન થવા પાછળ છે આ કારણ

Follow us on

Health Tips : વારંવાર માથાનો દુખાવો અને આધાશીશી (Migraine) થવાની સમસ્યા સામાન્ય છે. પણ તે લોકોની જીવનશૈલીમાં મોટા અને ગંભીર પરિણામો પણ લાવી શકે છે. આ પીડા મધ્યમથી તીવ્ર સુધીની હોઈ શકે છે. જે શારીરિક શ્રમ સાથે વધી પણ શકે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે માથાનો દુખાવો અને માઈગ્રેન થવા પાછળનું કારણ શું હોય શકે છે ? પણ ક્યારેક તે શરીરમાં રહેલી મોટી બીમારીનો સંકેત પણ હોય શકે ચેહ. તે કિસ્સામાં તરત જ આરોગ્ય સંભાળ લેવી આવશ્યક છે. જો કે આ સમસ્યામાં જીવનશૈલી કોઈ ભૂમિકા ભજવે છે ખરી ? આપણે તે જાણવાનો પ્રયત્ન કરીશું.

જૂન : માઈગ્રેન અને માથાના દુઃખાવા માટે જાગૃતિ લાવવાનો મહીનો

જૂન માઇગ્રેન અને માથાનો દુખાવો જાગૃતિ મહિનો તરીકે ઉજવવામાં આવે છે. 2012 માં, નેશનલ હેડેક એન્ડ માઈગ્રેન એસોસિયેશનને જૂન મહિનાને આ બીમારી માટે જાગૃતિ લાવવાના મહિના તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. આ દિવસનો હેતુ આ સ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. જે લોકો તેનાથી પીડાતા હોય તેવા લોકોને સુખ, આરોગ્ય અને આરામ માટે પ્રોત્સાહન આપે છે. આ વર્ષનો માઈગ્રેન અને માથાનો દુખાવો જાગૃતતા મહિનો માટેની થીમ રાખવામાં આવી છે “સંભાળનો નવો યુગ”.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એમએચએએમ કમિટીના અધ્યક્ષ વેન્ડી બોહમફાલકે જણાવ્યું છે કે “હાલમાં માઈગ્રેન માટે કોઈ ઉપાય નથી, પરંતુ નવી સારવાર, ઉપચાર અને રોગને મટાવવા માટેના તેમના પ્રયત્નો ચાલુ છે”

“જો તમે તેનાથી પીડિત છો તો હવે બોલવાનો, પોતાને શિક્ષિત કરવાનો અને કાળજી લેવાનો સમય છે. તેનાથી તમે કદાચ તમારું જીવન બદલી શકો. ”તેવું તેમણે ઉમેર્યું હતું.

નેશનલ હેડેક ફાઉન્ડેશનએ આ પ્રસંગે ટિ્‌વટ કર્યું છે કે “આ જૂન મહિનામાં માઈગ્રેન અથવા માથાના દુખાવાની તકલીફ સાથે જીવતા હોય તેવા કોઈને માન આપવા માટે આ ફ્લોકમાં જોડાઓ.

જીવનશૈલી અને માથાનો દુખાવો, માઈગ્રેન
જીવનશૈલીમાં મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અસર કરવાની ક્ષમતા હોય છે. તમારી લાઇફસ્ટાઇલ તમારું આરોગ્ય નક્કી કરે છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે માઈગ્રેન થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. એ જ રીતે, જીવનશૈલીમાં તંદુરસ્ત ફેરફાર કરવાથી માઇગ્રેઇન્સને દૂર કરવામાં મદદ મળી શકે છે. લાઈફ સ્ટાઇલમાં તમે આ ફેરફાર લાવી શકો છો :

1).દિવસના ઓછામાં ઓછા 30 મિનિટ માટે કસરત કરો..

2). સમયસર ભોજન લો. અને તંદુરસ્ત, સંતુલિત આહાર જાળવો.

3). ડિહાઇડ્રેટ થવાનું ટાળો અને દરરોજ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવો.

4). આરોગ્યની મુશ્કેલીઓ ટાળવા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ પદ્ધતિઓ અપનાવો.

5). તંદુરસ્ત શરીર માટે ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઊંઘ લો.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

Next Article