Health Tips : ગરમીની સીઝનમાં પાણીની કમીને દૂર કરી આરોગ્ય માટે આ ફાયદા કરાવશે રસદાર ફળ લીચી

|

May 13, 2021 | 5:21 PM

Health Tips :  લીચી એક સ્વાદિષ્ટ રસદાર ફળ છે. જે ગરમીની મોસમમાં આવે છે. ગરમીની સિઝનમાં લીચીનું સેવન પાણીની કમીને દૂર કરે છે. વાસ્તવમાં લીચી ફક્ત સ્વાદ જ નહીં પરંતુ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Health Tips : ગરમીની સીઝનમાં પાણીની કમીને દૂર કરી આરોગ્ય માટે આ ફાયદા કરાવશે રસદાર ફળ લીચી
સાંકેતિક તસ્વીર

Follow us on

Health Tips :  લીચી એક સ્વાદિષ્ટ રસદાર ફળ છે. જે ગરમીની મોસમમાં આવે છે. ગરમીની સિઝનમાં લીચીનું સેવન પાણીની કમીને દૂર કરે છે. વાસ્તવમાં લીચી ફક્ત સ્વાદ જ નહીં પરંતુ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

લિચીમાં વિટામિન સી, વિટામિન બી6, નિયાસિન રિબોફ્લાવિન, ફોલેટ, તાંબુ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેગ્નેટ ખનીજ તત્વો જોવા મળે છે. જે આપણા શરીર અને પેટને ઠંડક આપે છે. તેના સેવનથી ઇમ્યૂનિટીને મજબૂત બનાવી શકાય છે. લીચીમાં જોવા મળતા પોષક તત્વ ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં મજબૂતી ઇમ્યુનિટીથ કોઇપણ વાયરલ સંક્રમણથી બચવામાં કામ લાગે છે. એટલું જ નહીં તેને પાચન માટે પણ સારું માનવામાં આવે છે.

સાંકેતિક તસ્વીર

લીચીમાં બીટા-કેરોટીન, વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ જેવા જૈવ રાસાયણિક પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લીચી ખાવાના ફાયદા :

પાચન તંત્ર :
પાચન તંત્રને તંદુરસ્ત રાખી શકાય છે. તેમાં ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે. જે પાચનને સારી રીતે મદદ કરે. એટલું જ નહીં ગરમીમાં તેના સેવનથી ઊલટી અને ઝાડાની સમસ્યામાંથી બચી શકાય છે.

ડીહાઇડ્રેશન :
ગરમીમાં શરીરને ડિહાઇડ્રેશનથી બચવા માટે તમે લિચીને ડાયટમાં સામેલ કરી શકો છ. જેમાં સારી માત્રામાં પાણી પણ જોવા મળે છે. જે શરીરમાં પાણીની કમી દૂર કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી :
લીચીમાં વિટામીન સી, બીટાકેરોટિન, નિયાસિન રિબોફ્લાવિન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે
જે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના સેવન થી ઇમ્યુનિટી મજબૂત કરી શકાય છે.

બ્લડ પ્રેશર :
બ્લડપ્રેશરના દર્દીઓ માટે લિચીનું સેવન ખુબ જ ફાયદાકારક છે. જેમાં મોટી માત્રામાં પોટેશિયમ અને સોડિયમ જોવા મળે છે. જે નસોમાં લોહીનું સંચાર ને કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 4:41 pm, Thu, 13 May 21

Next Article