Health Tips : તમારા પેટની ચરબી વધી ગઈ છે ? અજમાવો આ 10 દિવસનો ડાયેટ પ્લાન

|

Jun 16, 2021 | 2:24 PM

Health Tips : થોડા સમયમાં વધુમાં વધુ ફાયદો થાય તેવી બાબતો આપણે પસંદ કરીએ છે. 10 દિવસની અંદર ચાર પાંચ કિલો વજન ઉતારીને ફ્લેટ ટમી (Flat Tummy) મેળવી શકશો.

Health Tips : તમારા પેટની ચરબી વધી ગઈ છે ? અજમાવો આ 10 દિવસનો ડાયેટ પ્લાન
આ ડાયેટ અપનાવી દૂર કરો ચરબીના થર

Follow us on

Health Tips : આપણી Life Style એવી થઈ ગઈ છે કે આપણે જેમ બને તેમ બધું ઇન્સ્ટન્ટ મેળવવા માંગીએ છીએ. થોડા સમયમાં વધુમાં વધુ ફાયદો થાય તેવી બાબતો આપણે પસંદ કરીએ છીએ. તેમાં પણ દસ દિવસમાં આપણને કોઈ ચાર પાંચ કિલો વજન ઉતારી (Weight Loss) આપવાની વાત કરે તો પછી કોણ હશે જે આ વાત નહીં માને ?

તો ચાલો નજર કરીએ 10 દિવસનાં ડાયેટ પર. જેની મદદથી તમે 10 દિવસની અંદર ચાર પાંચ કિલો વજન ઉતારીને ફ્લેટ ટમી (Flat Tummy) મેળવી શકશો.

પહેલા દિવસે
ફ્લેટ ટમી મેળવવા માટે સૌથી પહેલાં તમારા રૂટિનમાંથી સદંતર રીતે જંક ફૂડને બાદ કરો. તેના બદલે પોષક તત્વો અને ફાઈબરથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો જેવા કે ફળ, શાકભાજી, ઈંડા ખાવાના જ રાખજો. ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ, સૂકામેવા વગેરે તમારી સિસ્ટમમાં બદલાવ કરશે તથા શરીરમાંથી ચરબી દૂર કરવા માટે મદદ કરશે. દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બીજો દિવસ
બીજા દિવસે બાફેલા અથવા કાચા શાકભાજી ખાઓ. ચિકન સૂપનો ઉપયોગ પણ કરી શકો છો. સુનિશ્ચિત કરો કે તમે દરરોજ બેથી ત્રણ કલાક સુધી કંઈક ને કંઈક ખાઈ શકો. તમારી પાચન ક્રિયાનો દર વધશે અને બ્લડ શુગર પણ સ્થિર રહેશે.

ત્રીજા દિવસે
તમારા નાસ્તામાં લગભગ 50 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લો. જો તમે પેટને ઝડપથી ઘટાડવા ઇચ્છો છો તો એવા આહાર લો, જેમાં કાર્બોહાઈડ્રેટ ઓછી માત્રામાં હોય. તમે મઠો, દહીં, તાજા ફળ અને શાકભાજી ખાઈ શકો છો. ફેટની માત્રા માટે ઓલિવ ઓઈલ અથવા તેલનો ઉપયોગ કરો.

ચોથા દિવસે
નાસ્તામાં ત્રણ ઇંડાના સફેદ ભાગથી બનેલી આમલેટ અથવા શાકભાજી કે પાલક ખાઈ શકો છો. બપોરના ભોજનમાં શાકભાજી અને ઓલિવ ઓઈલ ભેળવીને બનાવેલું સલાડ લઈ શકો છો. દોઢ સો ગ્રામથી વધારે ચિકન ના લો. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે એક મુઠ્ઠી સૂકા મેવા ખાઈ શકો છો. તેનાથી તમારી ભૂખ પણ મટી જશે.

પાંચમાં  દિવસે
આ દિવસે તમે ઓછી ચરબીવાળું દૂધ અને ફળ લઇ શકો છો. જો તમે ઈચ્છો તો એક અથવા બે કેળા પણ ખાઈ શકો છો. તમે પેટ ભરવા માટે તથા પોષક તત્વોની સાથે શાકભાજીનું સૂપ અથવા સલાડ લઇ શકો છો. ભરપૂર પાણી પીઓ તથા ઉઠક-બેઠકની કસરત કરો.

છઠ્ઠા દિવસે
આ દિવસે તમે નાસ્તામાં Green Beans, એક અથવા બે ઇંડાના સફેદ ભાગમાંથી બનેલી ભુરજી અથવા ટામેટા ખાઈ શકો છો. તમે અલગ-અલગ પ્રકારે બનાવેલી માછલી અથવા ચરબી વગરનું ભોજન ખાઈ શકો છો. દિવસમાં પાંચ વખત ફળ અને શાકભાજી ખાવાનું ન ભૂલો. વોકિંગથી લઈને Sit Ups નો વ્યાયામ કરો.

સાતમાં  દિવસે
તમે નાસ્તામાં સ્ટીમ પાલક અથવા તેની સાથે ગ્રીલ અથવા બોઈલ ચિકન ખાઈ શકો છો. સ્નેક્સમાં બ્રાઝીલ નટ્સ, તરબૂચના બી અથવા સ્ટીમ બ્રોકોલીનો ઉપયોગ કરી શકો છો અને તમે એરોબિક એક્સરસાઇઝ પણ કરી શકો છો. એવા ખાદ્ય પદાર્થ લો જેમાં પોષક તત્વોની માત્રા વધુ હોય છે. તમે નાસ્તામાં ઘઉંના લોટમાંથી બનેલી બ્રેડ અથવા બે ઇંડાના સફેદ ભાગમાંથી બનાવેલી ઓમલેટ ખાઈ શકો છો. દરરોજ 10 થી 12 ગ્લાસ પાણી પીવો અને હેલ્ધી સ્નેક્સ જેમકે સોયા સ્ટીકસ સાથે Fruits વગેરે ખાવું.

આઠમાં દિવસે 
જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે સૂકા મેવો ખાઈ શકો છો.  તમે મઠો, દહીં, તાજા ફળ અને શાકભાજી ખાઈ શકો છો. 10 થી 12 ગ્લાસ પાણી પીવો.

નવમાં દિવસે
નવમાં દિવસે માત્ર શાકભાજી લો, જેમાં કેલેરી ઓછી માત્રામાં હોય. તેનાથી તમારા પાચન તંત્રમાં જમા થયેલા પેટને સાફ કરવામાં સહાયતા મળશે. સારા પરિણામ મેળવવા માટે વધારે રેસાવાળા શાકભાજી શામેલ કરો.

દસમાં દિવસે
નાસ્તામાંથી બનેલા ખાદ્ય પદાર્થોને અને ફળ લઈ શકો છો. જ્યારે પણ જરૂર પડે ત્યારે ઓછી ચરબી તથા હાઈ ફાઈબર યુક્ત ભોજન લો.  પરિણામ જાળવી રાખવા માટે બાકીના દિવસોમાં કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક લેતા રહો.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

Published On - 4:24 pm, Tue, 15 June 21

Next Article