હજારો રૂપિયા ખર્ચીને, 1 કલાક જીમમાં પસાર કરીને પરસેવો પાડવાને બદલે માત્ર 15 મિનિટ કરો આ કામ, રહેશો ફિટ ઍન્ડ ફાઈન

ઓછા સમયમાં આખા શરીરના મસલ્સનું વર્કઆઉટ કરવા ઈચ્છો છો તો સીડી ચઢવી એ એક સારો વિકલ્પ છે. 6 હજાર લોકો વચ્ચે કરાયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે કે 1 કલાક સુધી જીમમાં પરસેવો પાડો તેનાથી જેટલો ફાયદો મળે છે તેટલો જ ફાયદો માત્ર 15 મિનિટ સીડી ચઢ-ઉતર કરવાથી મળે છે. સર્વેનું માનીએ તો […]

હજારો રૂપિયા ખર્ચીને, 1 કલાક જીમમાં પસાર કરીને પરસેવો પાડવાને બદલે માત્ર 15 મિનિટ કરો આ કામ, રહેશો ફિટ ઍન્ડ ફાઈન
TV9 Web Desk3

|

Jan 06, 2019 | 8:20 AM

ઓછા સમયમાં આખા શરીરના મસલ્સનું વર્કઆઉટ કરવા ઈચ્છો છો તો સીડી ચઢવી એ એક સારો વિકલ્પ છે. 6 હજાર લોકો વચ્ચે કરાયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે કે 1 કલાક સુધી જીમમાં પરસેવો પાડો તેનાથી જેટલો ફાયદો મળે છે તેટલો જ ફાયદો માત્ર 15 મિનિટ સીડી ચઢ-ઉતર કરવાથી મળે છે.

સર્વેનું માનીએ તો તમે દરરોજ માત્ર એક માળ જેટલી સીડી ચઢી-ઉતરી તમારા ઘરે કે ઓફિસ પહોંચો છો જે ટ્રેડમીલ પર ચાલવા બરાબર થઈ જાય છે. ત્યા જ જો તમે દિવસમાં 2-3 વાર સીડી ચઢ-ઉતર કરશો તો તમારે ત્યારબાદ જીમમાં જવાની જરૂર નહીં પડે.

મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી

સીડી ચઢ ઉતર કરવાથી શરૂરમાં તરત એનર્જી આવે છે જે જીમમાં 5-7 મિનિટ વર્કઆઉટ કર્યા બાદ આવે છે. અને એ પણ ત્યારે કે જ્યારે તમે ઝડપી કસરત કરો. આટલું જ નહીં, સીડી ચઢવી  અને ઉતરવી તે હ્રદય અને ફેફસા માટે પણ ફાયદાકારક છે.

ફિઝિયોથેરાપિસ્ટનું કહેવું છે કે સીડી ચઢ-ઉતર કરવી એ નેચરલ કસરત છે. જો તમે આ દરરોજ કરો છો તો તમારી થાઈસ શેપમાં રહે છે. મસલ્સ પણ ફ્લેક્સિબલ બનશે. આટલું જ નહીં, શરીરની સંપૂર્ણ ફિટનેસ માટે સીડી ચઢ-ઉતર કરવી ખૂબ જરૂરી છે. તેનાથી તમે સાંધાના દુઃખાવા, હાડકાના દુઃખાવાથી પણ બચી શકશો.

આ હોર્મોન થાય છે એક્ટિવ

સીડી ચઢ-ઉતર કરવાથી એડ્રેનલિન હોર્મોન એક્ટિવ થઈ જાય છે. આ હોર્મોન હાર્ટના મસલ્સ સુધી લોહીનું પરિભ્રમણ કરવા અને હ્રદયના ધબકારા નોર્મલ રાખવા ખૂબ જરૂરી હોય છે.

બૉડી મસલ્સનું ટૉનિંગ

સીડી પર ચઢતી વખતે જ્યારે શરીરમાં 70-85ડિગ્રીનો એન્ગલ બને છે, ત્યારે આ પૉશ્વર શરીરની નીચેના ભાગ માટે અને જ્યારે 135 ડિગ્રીનો એન્ગલ બને ત્યારે શરૂરના ઉપરના ભાગ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ એક કારગર કાર્ડિયો વર્કઆઉટ પણ સાબિત થઈ શકે છે. એક કલાકની અંદર તેનાથી આશરે 700 કેલરી બર્ન કરી શકાય છે. અને બીજી બાજુ જ્યારે તમે એક કલાક સુધી ટ્રેડમિલ પર દોડશો તો માત્ર 300 કેલરી બર્ન થશે.

માનસિક સ્વાસ્થ્યને પણ સપોર્ટ

સીડી ચઢવી એક એવી પ્રવૃત્તિ છે જેનાથી મસલ્સમાં ફેટ જમા નથી થતી અને શરીર શેઈપમાં રહે છે. આ ટેન્શન ઓછું કરવાની સાથે વ્યક્તિમાં એકાગ્રતા પણ વધારે છે. તેને નિયમિત કરવાથી મેન્ટલ હેલ્થને પણ સપોર્ટ મળે છે અને રોજબરોજના કામ કરવા પર ફોકસ કરવામાં મદદ મળે છે.

બનાવો તમારી દિનચર્યાનો ભાગ

કેટલીયે વાર લોકો પહેલા જ દિવસે એટલી બધી વાર સીડી ચઢ-ઉતર કરી લેશે કે જેનાથી તમને થાક લાગશે અને પગ પણ દુખશે. એટલે પહેલા જ દિવસે 3-4 માળની સીડી ચઢવાના બદલે ધીરે ધીરે સમય વધારો. સીડી ચઢ-ઉતર કરવી ત્યારે જ ફાયદાકારક રહેશે કે જો તેને તમે નિયમિતપણે કરશો. 15 દિવસે કે એક મહિનામાં કરીને છોડી દેશો તો તેનો તમને કોઈ ફાયદો નહીં થાય અને એટલે જ તેને તમારી જિંદગીનો એક ભાગ બનાવો. શરૂઆતમાં એક વાર, પછી ત્રણ વખત અને ત્યારબાદ દરરોજ સીડી ચઢ-ઉતર કરો.

આ પણ વાંચો: આ છે તે 2 જાદૂઈ શબ્દો જે તમે કોઈને પણ કહેશો તો તમે રહેશો ફિટ અને આવશે મસ્ત ઊંઘ!

12 વર્ષથી 70 વર્ષ સુધીના આ કરી શકે છે

સીડી ચઢ ઉતરવામાં તમારી તમામ એનર્જીનો ઉપયોગ કરવાનો હોય છે. તેમાં ન કોઈ ખર્ચો કરવાનો છે કે ના તો કોઈ સાધનની જરૂર છે. જોકે હ્રદયરોગને લગતા દર્દીઓને આ કસરત કરવાની મનાઈ કરવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે સીડી ચઢવી અને ઉતરવી એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે ફાયદાકારક કસરત છે.

[yop_poll id=489]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati