ઉનાળામાં લોકો મોટાભાગે હેલ્ધી અને ઠંડા પીણાનું સેવન કરે છે. તેમાં નારિયેળ પાણી, શેરડીનો રસ અને સત્તુ જેવા પરંપરાગત પીણાંનો પણ સમાવેશ થાય છે. તેઓ તમારા શરીરને ઠંડુ કરવામાં અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તમે કેટલાક હેલ્ધી ડ્રિંક્સ (Detox Drink)ને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. આ લીંબુ, ફુદીનો અને કાકડી જેવા ખોરાકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ફક્ત તમને હાઈડ્રેટેડ રાખશે નહીં, પરંતુ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરશે. આ તમને વજન ઘટાડવા (Weight Loss)માં પણ મદદ કરશે. આ હેલ્ધી ડ્રિંક્સ શરીરને પોષક તત્વો પણ પ્રદાન કરે છે. આવો જાણીએ આમાંથી કયું પીણું.
આ પીણું બનાવવા માટે કાકડીને પાતળી સ્લાઈસ કાપો. તેને પાણી ભરેલી જારમાં નાખો. તેમાં લીંબુના પાતળા ટુકડા અને ફુદીનાના કેટલાક પાન ઉમેરો. આ પાણીને આખી રાત ફ્રીજમાં રાખો અને બીજા દિવસે તેનું સેવન કરો.
સફરજન અને તજનું મિશ્રણ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. સફરજન અને લીંબુને પાતળા સ્લાઈસમાં કાપો. તેને બાજુ પર રાખો. પાણીની બરણીમાં સફરજનના ટુકડા, તજનો ટુંકડો, ફુદીનાના પાન, આદુના ટુકડા, લીંબુના ટુકડા મૂકો. તેમા પાણી ઉમેરો 6થી 7 કલાક માટે બાજુ પર રાખો. ત્યારબાદ તેને ગાળી લો. તેમાં મધ ઉમેરો અને તેનું સેવન કરો. તેનું ખાલી પેટ સેવન કરો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.
ચિયાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેઓ સુપરફૂડ તરીકે કામ કરે છે. આ માટે એક ચમચી ચિયા સીડ્સને પાણીની બોટલમાં પલાળી રાખો. તેમાં લીંબુના પાતળા ટુકડા ઉમેરો. એક કલાક માટે આમ જ રહેવા દો. ત્યારબાદ તેનું સેવન કરો. તે એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. તે ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ પીણું બનાવવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા પલાળી રાખો. બીજા દિવસે સવારે મેથીના દાણાને ગાળી લો. આ પાણીમાં લીંબુનો રસ ઉમેરો. બરાબર મિક્ષ કરીને સેવન કરો.
આ પીણું બનાવવા માટે એક ચમચી ધાણાના બીજને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ગાળી લો. ત્યારબાદ આ પાણી પીવો.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાત તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)
આ પણ વાંચો :લાઉડ સ્પીકર વિવાદ હવે વડોદરા પહોંચ્યો, આ સંસ્થાએ 112 મંદિરોને વિના મુલ્યે લાઉડ સ્પીકર આપ્યા
આ પણ વાંચો :દુનિયાની સૌથી મોંઘી કેરીની ખેતી, 12 વિદેશી અને ત્રણ દેશી ડોગ, સુરક્ષા ગાર્ડ ઉપરાંત 24 કલાક CCTVથી નજર