Corona : કોરોનાની ત્રીજી લહેર સામે બાળકોને કેવી રીતે બચાવશો ?

|

May 14, 2021 | 3:21 PM

Corona: કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ પ્રભાવિત થયા હતા જોકે હજુ પણ બાળકોમાં સંક્રમણના કિસ્સાઓ ઓછા આવ્યા છે.

Corona :  કોરોનાની ત્રીજી લહેર સામે બાળકોને કેવી રીતે બચાવશો ?
કોરોનાની ત્રીજી લહેર

Follow us on

Corona: કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ પ્રભાવિત થયા હતા જોકે હજુ પણ બાળકોમાં સંક્રમણના કિસ્સાઓ ઓછા આવ્યા છે. પરંતુ પહેલી લહેરની સરખામણીમાં આ વખતે બાળકોમાં આ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેવામાં હવે ત્રીજી લહેરનો ખતરો દેખાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના ની ત્રીજી લહેર બાળકોને પોતાનો ટાર્ગેટ બનાવી શકે છે. તેવામાં સૌથી વધારે ચિંતાની વાત એ છે કે બાળકો માટે હજી કોરોનાની રસીને લઈને છે.તેવામાં ઘણી એવી દવાઓ પણ છે જે બાળકોને આપી શકાતી નથી.તેવી સ્થિતિમાં બાળકોને લઈને ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે.

શા માટે છે બાળકો પર ખતરો ?
નિષ્ણાતોનું માનવું છે કે જો કોરોના ની ત્રીજી લહેર આવશે તો બાળકો આ વાઇરસની ચપેટમાં સૌથી વધારે આવશે. જેથી એવું કહેવાય છે કે ત્રીજી લહેર પહેલા દેશમાં સૌથી વધારે વયસ્ક લોકો ને વેક્સિનનો પહેલી ડોઝ આપવામાં આવશે. જેથી તેઓ બાળકોની સરખામણીમાં વધારે સુરક્ષિત રહી શકે.

બાળકોને શા માટે નથી લાગી રહી વેક્સિન ?
વાસ્તવમાં કોઈ પણ વેકસિન લગાવવાથી પહેલા તેનું ટ્રાયલ કરવામાં આવે છે. અત્યારસુધી વેકસીનનું ટ્રાયલ 16 વર્ષ કરતાં વધારે ના ઉંમર ધરાવતા લોકો પર કરવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરોના ની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવશો ?
કોઈપણ વાયરસ થી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. જો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો બીમારી ઓછી આવશે. મલ્ટીવિટામિન પણ તમારી ઇમ્યુનિટી ને મજબુત કરે છે. જેનાથી તમારું શરીર બીમારીઓથી લડી શકે. તેવાંમાં બાળકોને સવારના તડકામાં બેસવા કહો.

તંદુરસ્ત રાખવા માટે હેલ્ધી ફૂડ ખવડાવવું જોઈએ. ફળ અને શાકભાજી, ફ્રૂટ જ્યુસ ભરપૂર માત્રામાં ખવડાવવું જોઈએ.બાળકોને ભોજનમાં ઈંડા નો સમાવેશ કરો. જો બાળકોની ખાવા પીવાની આદત સારી હશે તો બીમારી અને કોરોનાવાયરસ પણ તેમને વધારે નુકસાન નહીં કરી શકશે.કમજોર અને કુપોષિત બાળકો માં સંક્રમણ નો ખતરો વધે છે તેથી બાળકોની ઈમ્યૂનિટી વધારવાની કોશિશ કરો.

આ પણ વાંચો : Surat: કોરોનાની બીજી લહેરે મેડિકલ વેસ્ટ 1400 ટકા વધાર્યો, નાશ કરવા છેલ્લા દોઢ મહિનાથી સતત ભઠ્ઠી ચાલુ

Next Article