ભોજન કર્યા બાદ ઊંઘવાની આદત આજે જ બદલી નાંખજો નહીં તો થશે નુકશાન

|

Oct 22, 2020 | 6:39 PM

મોટાભાગના લોકોની આદત હોય છે કે ભોજન કર્યા પછી તરત જ ઊંઘવા જતા રહેશે. વ્યસ્ત જીવનને કારણે શરીરમાં થાક લાગે છે અને તેના કારણે થોડું પણ હરવું ફરવું મુશ્કેલ લાગવા માંડે છે. જેના કારણે લોકો ડીનર કર્યા પછી સીધા જ પથારી તરફ જતા રહે છે. પરંતુ જમ્યા પછી તરત સુવાથી આરોગ્યને નુકસાન પહોંચી શકે છે. […]

ભોજન કર્યા બાદ ઊંઘવાની આદત આજે જ બદલી નાંખજો નહીં તો થશે નુકશાન

Follow us on

મોટાભાગના લોકોની આદત હોય છે કે ભોજન કર્યા પછી તરત જ ઊંઘવા જતા રહેશે. વ્યસ્ત જીવનને કારણે શરીરમાં થાક લાગે છે અને તેના કારણે થોડું પણ હરવું ફરવું મુશ્કેલ લાગવા માંડે છે. જેના કારણે લોકો ડીનર કર્યા પછી સીધા જ પથારી તરફ જતા રહે છે. પરંતુ જમ્યા પછી તરત સુવાથી આરોગ્યને નુકસાન પહોંચી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવો જાણીએ ભોજન કર્યા પછી ઊંઘવાથી શુ નુકશાન થાય છે ?

જમ્યા પછી તરત સુવાથી પેટની ઘણી સમસ્યા થઈ શકે છે. જેમાં ભોજન પચી નથી શકતું, જેના કારણે એસિડિટી, પેટમાં દુખાવો, છાતીમાં બળતરા જેવી સમસ્યા શરૂ થઈ જાય છે. તેથી જમ્યા પછી તરત સૂવું ના જોઈએ. થોડી વાર ફર્યા પછી અથવા ચાલ્યા પછી ઊંઘી જવું જોઈએ. જમ્યા પછી તરત સુવાથી ખાવાનું પચી નથી શકતું, જેના કારણે શરીરમાં ભારેપણું લાગે છે અને તેવામાં ઊંઘ ન આવવાની સમસ્યા પણ ઊભી થાય છે. પેટની સમસ્યાના કારણે તમને સારી રીતે ઉંઘ લેવામાં સમસ્યા આવી શકે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાતનું ભોજન ખાઈને સીધુ જમવા જવાથી ખાવાનું પચી નથી શકતું, તેના કારણે ઉલટી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. જો તમે જમ્યા પછી તરત ઊંઘી જાઓ છો તો જમવામાં રહેલી કેલેરીને બર્ન થવાનો સમય નથી મળતો. તેવામાં તમારું વજન પણ વધી શકે છે અને એટલા માટે જ કહેવાય છે કે રાત્રે ઊંઘવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. જેથી તે સરળતાથી પચી શકે અને કેલેરી બર્ન થઈ શકે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article