બાળકોનો બેડરૂમ ડિઝાઇન કરવા માગો છો? તો આ પોસ્ટ ખાસ વાંચો અને મેળવો આઈડિયા અને રાખો આટલી વસ્તુનું ખાસ ધ્યાન

|

Jan 16, 2021 | 9:37 AM

આજકાલ ઘરમાં બાળકો માટે તેમનો અલગ બેડરૂમ ડિઝાઇન કરવાનું ચલણ વધ્યું છે. બાળકોના બેડરૂમની ડિઝાઇન એવી હોવી જોઈએ જે તેમનામાં સર્જનાત્મકતા વધારે અને અભ્યાસમાં પણ તેમનું મન લાગે. બેડ એવી રીતે ગોઠવવો જોઈએ કે તેમને અભ્યાસ કરવામાં કોઈ તકલીફ પણ ન પડે. બાળકો માટે બેડરૂમ ડિઝાઇન કરતી વખતે બાળકોની સંખ્યા અને રૂમની સાઈઝ ખાસ ધ્યાનમાં […]

બાળકોનો બેડરૂમ ડિઝાઇન કરવા માગો છો? તો આ પોસ્ટ ખાસ વાંચો અને મેળવો આઈડિયા અને રાખો આટલી વસ્તુનું ખાસ ધ્યાન

Follow us on

આજકાલ ઘરમાં બાળકો માટે તેમનો અલગ બેડરૂમ ડિઝાઇન કરવાનું ચલણ વધ્યું છે. બાળકોના બેડરૂમની ડિઝાઇન એવી હોવી જોઈએ જે તેમનામાં સર્જનાત્મકતા વધારે અને અભ્યાસમાં પણ તેમનું મન લાગે. બેડ એવી રીતે ગોઠવવો જોઈએ કે તેમને અભ્યાસ કરવામાં કોઈ તકલીફ પણ ન પડે.

બાળકો માટે બેડરૂમ ડિઝાઇન કરતી વખતે બાળકોની સંખ્યા અને રૂમની સાઈઝ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો ઘરમાં બે બાળકો હોય તો તેમને સુવા માટે ડબલ બેડની જગ્યાએ એક બેડની ઉપર બીજો બેડ હોય એવો બંક બેડ અથવા તો બેડની નીચે બીજો એક બેડ બનાવીને રાત્રે સૂતી વખતે સરકાવીને બહાર કાઢી શકાય એવો બેડ ડિઝાઇન કરાવી શકાય. જેથી જગ્યાની મોકળાશ રહે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મોટી સમસ્યા સ્ટોરેજની હોય છે. તેમના રૂમમાં બુક્સ અને રમકડાં સ્ટોર કરવા યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ માટે તમે એવા યુનિટ્સ બનાવી શકો જે સ્ટોર અને અભ્યાસ બંને માટે વાપરી શકાય. બાળકોના બેડ પણ સ્ટોરેજ ક્ષમતાવાળા બનાવી શકાય જેથી વધારાનો સામાન સાચવી શકાય.

બાળકો સ્વભાવે તોફાની હોય છે. તેથી તેમના રૂમમાં એવી વસ્તુ ન રાખવી જેથી તેમને ઇજા થાય. ઇલેક્ટ્રોનિક પ્લગ પણ નાના બાળકો પહોંચી ન શકે તેટલી ઊંચાઈએ હોવો જોઈએ. બાળકોનો રૂમ ડિઝાઇન કરતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:00 pm, Tue, 13 October 20

Next Article