હવામાન વિભાગે કરી આગાહી, જાણો રાજ્યમાં ક્યા થશે વરસાદ અને ક્યા પડશે કાળઝાળ ગરમી
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે, ત્યાં હવે કાળઝાળ ગરમીએ પણ પ્રભુત્વ વધારવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે, ત્યાં હવે કાળઝાળ ગરમીએ પણ પ્રભુત્વ વધારવાનું શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ તેમજ કચ્છમાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં આજે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એક તરફ કાળઝાળ ગરમીની આગાહી તો બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની પણ સંભાવના છે.
આ પણ વાંચો: Navsari: વાતાવરણમાં પલટો અને કોરોના મહામારીના કારણે કેરી પકવતા ખેડૂતોના હાલ બેહાલ