CM એ કડક સૂરમાં અધિકારીઓને કરી ટકોર: સામાન્ય માણસોનું કામ નીતિ નિયમોને કારણે અટકવું ન જોઈએ

ગઢડના સ્વામીનારાયણ મંદિરના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીને નિવારવા વધુ એકવાર અધિકારીઓને સુચન કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 8:35 PM

સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીને નિવારવા CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વધુ એકવાર અધિકારીઓને સુચન કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ માણસ સરકાર (Gujarat Government) સુધી આવે અને તેને બીજો ધક્કો ખાવો ન પડે તેવી વ્યવસ્થા કરો.લોકોનું કામ ઝડપથી થાય તેવા સરકારન પ્રયત્નો કરશે. જણાવી દઈએ કે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે ગઢડના (Gadhada) સ્વામીનારાયણ મંદિરના (Swaminarayan Temple) એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં પ્રજાહિતનું આ મહત્વનું નિવેદન આપ્યું છે.

કાર્યક્રમમાં નિવેદન આપતા સીએમએ અધિકારીને ટકોર કરી છે, કે જે નીતિ નિયમો, લોકોના કામની વચ્ચે બાધક બનતા હોય, તે તાત્કાલિક હટાવી દેવાશે. જે શબ્દો દ્રારા કોઇ કાર્ય માટે તકલીફ પડતી હશે, તે શબ્દો પણ દૂર કરાશે. ટૂંકમાં સરકાર વધુ પ્રજાલક્ષી બનશે. CM એ કહ્યું કે નવી ટીમ એટલી જ તત્પર છે. કોઈ માણસ સરકાર પાસે આવે અને તેનું કામ તેને બીજો ધક્કો ના ખાવો પડે અને થઇ જાય એવા પ્રયત્નો કરવામાં આવશે. સાથે જ તેમણે હળવા અંદાજમાં એમ પણ કહ્યું કે શબ્દો બતાવીને બીવડાવે કે આમાં લખ્યું છે આવું ન થાય, મેં કહ્યું લાવો આપડે શબ્દ જ બદલી દઈએ. આમ શબ્દો કે નીતિ નિયમો લોકકાર્યમાં બાધક ન બને તેવી ખાસ ટકોર CM એ કરી છે.

 

આ પણ વાંચો: Surat: ઘરમાં જ પ્રિન્ટર અને કોમ્પ્યુટરથી છાપતો હતો નકલી નોટો, પોલીસે 500 ની 398 નોટો સાથે ઝડપી પાડ્યો

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ, નવેમ્બરથી દર મહિને 50 પિલરોનું નિર્માણ થશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">