બાવળામાં યુવતીની હત્યા, યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરતા યુવકે તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

|

May 10, 2019 | 4:00 AM

અમદાવાદના બાવળામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને છરીના ત્રણ ઘા મારીને બેરહેમીથી રહેંસી નાંખી છે. આ યુવતીનું વી.એસ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકના રોષે ભરાયેલા પરિવારજનોએ હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. બાવળા પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. જો કે એક યુવક હજી ફરાર છે. જેને […]

બાવળામાં યુવતીની હત્યા, યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરતા યુવકે તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

Follow us on

અમદાવાદના બાવળામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને છરીના ત્રણ ઘા મારીને બેરહેમીથી રહેંસી નાંખી છે. આ યુવતીનું વી.એસ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મૃતકના રોષે ભરાયેલા પરિવારજનોએ હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. બાવળા પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. જો કે એક યુવક હજી ફરાર છે. જેને લઈ પરિવારજનોમાં આક્રોશ છે. મૃતકના સ્વજનોએ આરોપીઓની ધરપકડ થાય તે બાદ મૃતદેહ સ્વીકારવાની બાંહેધરી આપી છે. આ સાથે જ આરોપીઓને કડક સજા થાય તેવી માગ કરી છે.

TV9 Gujarati

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

પોતાના લગ્નના સપના સેવતી યુવતી સાંજના સમયે બજારમાં લગ્નની ખરીદી કરવા નીકળી હતી. ત્યારે તેની પાછળ પાગલ બનેલા યુવકે તેને જોઇ હતી. આ યુવક, યુવતીનો જીવ લેવાની રાહમાં જ બેઠો હોય તેમ, ભરબજારમાં યુવતી પર તીક્ષ્ણ હથિયાર લઇને તૂટી પડ્યો હતો. આ યુવકે યુવતીને એક-બે નહીં ચાર-ચાર જીવલેણ ઘા માર્યા અને લોહીલુહાણ કરી દીધી અને એક નાપાણિયાતની જેમ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

યુવતીને લોહીલુહાણ હાલતમાં જોતા જ સૌ ઘટના સ્થળે પહોંચી ગયા અને યુવતીને નજીકમાં આવેલા એક દવાખાનામાં સારવાર આપવાની શરૂ કરી હતી. પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને અમદાવાદ વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: કડીના લ્હોર ગામમાં તાલીબાની ફરમાન, દલિત યુવકે વરઘોડો કાઢ્યો તો ગામે તે સમાજનો જ બહિષ્કાર કરી દીધો!

પરંતુ એક રાક્ષસના હુમલાનો ભોગ બનેલી યુવતીએ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. આ યુવતીનો પરિવાર કે જે દીકરીના લગ્નની તૈયારીઓ કરી રહ્યો હતો ત્યાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આરોપી કેતન વાઘેલા અને તેના મિત્રોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article