વડોદરામાં વેલ્ડિંગ કરતી વખતે રિક્ષામાં આગ, કારીગર ભડભડ સળગી ગયો

વડોદરાના છાણી ગુરૂદ્વારા પાસે આવેલા મોહન મોટર ગેરેજમાં વેલ્ડીંગ કરતી વખતે CNG રીક્ષામાં આગ લાગી હતી. જેમાં રીક્ષાનું વેલ્ડીંગ કરતો કારીગર બળીને ભડથું થયો હતો.

વડોદરામાં વેલ્ડિંગ કરતી વખતે રિક્ષામાં આગ, કારીગર ભડભડ સળગી ગયો
While welding in Vadodara rickshaw caught fire Worker burst into flames (Representative Image)
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:35 AM

વડોદરામાં(Vadodara)રીક્ષામાં(Rickshaw)આગ લાગતાં એક વ્યક્તિ સળતી જતાં અવસાન પામ્યું છે. આ દુર્ઘટનાની વિગત મુજબ છાણી ગુરૂદ્વારા પાસે આવેલા મોહન મોટર ગેરેજમાં વેલ્ડીંગ કરતી વખતે CNG રીક્ષામાં આગ(Fire)લાગી હતી. જેમાં રીક્ષાનું વેલ્ડીંગ કરતો કારીગર બળીને ભડથું થયો હતો. જેમાં રીક્ષાની સાથે જ કારીગર સળગી જતાં તેનું અવસાન થયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે તે પૂર્વે જ રિક્ષા સમગ્ર સળગી ગઇ હતી અને તેની સાથે જ કારીગર પર સળગીને અવસાન પામ્યો હતો.

આ પણ વાંચો : સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો

આ પણ વાંચો : વિવાદોનું ઘર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: કાયદા ભવનના હેડ સામે યુવતીએ સતત 14 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો