Rain Alert: આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

|

Oct 01, 2021 | 8:41 AM

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે અનુસાર ગુજરાતમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યાતા છે. તેમજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો આ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન બનશે.જેથી ગુજરાતને કોઈ ખતરો રહેશે નહી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ આગાહીની માહિતી ગઈકાલ સાંજ દરમિયાન આવી હતી.

તમને જણાવી દઈએ કે ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ હવે રાહતના સમાચાર છે. વરસાદની ગતિ ઓછી થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે હવે વરસાદે વિરામ લેતા ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું છે.

વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આજે એટલે કે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવામાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: લો બોલો, સ્મશાનમાં પણ કટકી? કામનો ચેક પાસ કરાવવા લાંચિયા સરકારી બાબૂઓએ માંગી આટલી લાંચ

આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનું એડીચોટીનું જોર: જાણો CM ના આજના રોડ શો વિશે

Next Video