Weather Breaking News : નવસારી જિલ્લામાં ત્રીજી વખત ભયંકર પૂર, એક લાખથી વધુ લોકો પ્રભાવિત, હજારોનું સ્થળાંતર! જુઓ Video

નવસારી શહેર અને બીલીમોરા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે હજારો લોકોના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. સૂત્રો અનુસાર 1 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

Weather Breaking News : નવસારી જિલ્લામાં ત્રીજી વખત ભયંકર પૂર, એક લાખથી વધુ લોકો પ્રભાવિત, હજારોનું સ્થળાંતર! જુઓ Video
Navsari Bilimora Floods
Image Credit source: AI Generated
| Updated on: Aug 01, 2026 | 10:09 AM

નવસારી જિલ્લામાં ત્રીજી વખત ભયાનક પૂર આવ્યો છે. નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદના ચાલું છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે જિલ્લામાં ત્રીજી વખત ભયંકર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી શહેર અને બીલીમોરા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે હજારો લોકોના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે.

નવસારી શહેરનો અંદાજે 30 ટકા વિસ્તાર પાણીમાં ડૂબ્યો

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું પાણી ફરી વળતાં શહેરનો અંદાજે 30 ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. છેલ્લા 12 કલાકથી શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ છે. અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સૂત્રો અનુસાર 1 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

બપોર સુધી પાણીનું સ્તર યથાવત રહેવાની શક્યતા

પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 3,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. નવસારી શહેરમાં જ 18 અલગ-અલગ સ્થળોએ રાહત કેમ્પ શરૂ કરાવવામાં આવ્યા છે. ભરતીના કારણે બપોર સુધી પાણીનું સ્તર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીલીમોરા શહેરનો અંદાજે 40 ટકા વિસ્તાર પાણીમાં ડૂબ્યો

બીજી તરફ કાવેરી અને અંબિકા નદીઓમાં આવેલા પૂરને કારણે બીલીમોરા શહેર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બીલીમોરામાં પણ આ વર્ષે ત્રીજી વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરનો અંદાજે 40 ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બીલીમોરાથી પણ 2,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

નવસારીના આ વિસ્તારોમાં ભરાયું પાણી

નવસારી શહેરમાં ભેંસત ખાડા, દશેરા ટેકરી, સી.આર. પાટીલ સંકુલ, કાછીયાવાડી, રંગુન નગર, હિદાયત નગર, રિંગ રોડ, શાંતાદેવી રોડ, બંદર રોડ, જલાલપોર, સરકારી આવાસ વિસ્તાર અને કાશીવાડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

બીલીમોરાના આ વિસ્તારોમાં ભરાયું પાણી

બીલીમોરા શહેરમાં બંદર રોડ, વાડિયા શિપયાર્ડ, ઓરિયા-મોરિયા, દેસરા, ધોબી તળાવ અને આઈસ ફેક્ટરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યું છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચો, Gujarat Rains: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારો જળબંબાકાર

Follow Us
Loading...
Unable to load recommendations.