મહેસાણા: ધરોઈ ડેમની જળ સપાટી 618.45 ફૂટે પહોંચી, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ

|

Aug 31, 2020 | 1:15 PM

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમની જળ સપાટી 618.45 ફૂટે પહોંચી છે. જે આજ રાત 12 વાગ્યા સુધી 619 ફૂટ લેવલ થશે તો ડેમના દરવાજા ખુલી શકે છે. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે અને હાલમાં ડેમમાં પાણીની આવક 14311 ક્યુસેક છે. તો ડેમમાં પાણીની જાવક 700 ક્યુસેક છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો […]

મહેસાણા: ધરોઈ ડેમની જળ સપાટી 618.45 ફૂટે પહોંચી, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ

Follow us on

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમની જળ સપાટી 618.45 ફૂટે પહોંચી છે. જે આજ રાત 12 વાગ્યા સુધી 619 ફૂટ લેવલ થશે તો ડેમના દરવાજા ખુલી શકે છે. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે અને હાલમાં ડેમમાં પાણીની આવક 14311 ક્યુસેક છે. તો ડેમમાં પાણીની જાવક 700 ક્યુસેક છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 86.38 % થયો છે. જે ગત વર્ષે 100 ટકા ડેમ ભરાયો હતો. જળાશયમાં એલર્ટ સ્ટેજ 80 ટકા થવા આવતા સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતા વર્તાઈ છે. ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર ડેમમાં સતત પાણીની આવક વધશે તો 10,000 થી 15,000 ક્યુસેક પાણી છોડાશે. જરૂર પડશે તો 1 લાખ ક્યુસેક સુધી ક્રમશઃ પાણી છોડાશે. જેના પગલે નીચે વાસમાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવા તંત્રને તાકીદ કરાઇ છે.

આ પણ વાંચો: CSK નહી રમી શકે IPL 2020ની ઓપનીંગ મેચ, BCCI કરશે શિડ્યૂલમાં ફેરફાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article