ગુજરાત માટે સારા સમાચાર નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

Good news for Gujarat as Narmada Dam water inflow rises : ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા સિંચાઈ અને પીવાના પાણીના વ્યવસ્થાપનને લઈને ચિંતા વધી રહી છે. આવા સમયે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રાજ્ય માટે મહત્વપૂર્ણ રાહત મળી છે.

ગુજરાત માટે સારા સમાચાર નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
| Updated on: Sep 06, 2026 | 12:13 PM

Narmada Dam Water Level Rises : ગુજરાતમાં એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત બન્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સાઈટથી રાહતના સમાચાર સામે આવ્યા છે. નર્મદા નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડતાં, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.

હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 135.75 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 12 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.

ડેમમાં 7920.73 MCM લાઈવ સ્ટોરેજ

નર્મદા ડેમમાં હાલ 7920.73 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. એટલે હાલ ડેમની સપાટી મહત્તમ સપાટીથી હજુ નીચે છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક વધવી ગુજરાત માટે રાહતરૂપ સમાચાર છે.

વરસાદ ખેંચાતા નર્મદામાં પાણીની આવક રાહતરૂપ

ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા સિંચાઈ અને પીવાના પાણીના વ્યવસ્થાપનને લઈને ચિંતા વધી રહી છે. આવા સમયે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રાજ્ય માટે મહત્વપૂર્ણ રાહત મળી છે.

નર્મદા ડેમમાંથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી પહોંચાડવામાં આવે છે. તેથી ડેમમાં પાણીની આવક અને જળસપાટીમાં વધારો આગામી દિવસોમાં પાણીના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાલમાં ઉપરવાસમાં વરસાદની સ્થિતિ અને નર્મદા ડેમમાં પાણીની આવક પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

Breaking News : ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખરીફ પાક બચાવવા નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજનાથી પાણી અપાશે

Follow Us
Loading...
Unable to load recommendations.