
વાપી (વલસાડ): શહેરમાં ગુંડા તત્વો ફરી બેફામ બન્યા છે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગુંડા તત્વોએ એક યુવક પર જાહેરમાં પથ્થરથી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય ઊભો થયો છે.
વિગતો મુજબ, વાપીના સુલડપ વિસ્તારમાંથી બિહારી નગર તરફ જતો એક યુવક, અનમોલ, પર બે અજાણ્યા યુવાનોએ પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે વાપી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હુમલાનું કારણ હાલ અકબંધ છે. ફરિયાદ મેળવ્યા બાદ વાપી ટાઉન પોલીસ તપાસમાં જોતરાઈ છે. સીસીટીવી અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરમાં આવા બનાવોએ નાગરિકોમાં ભયનું માહોલ ઉભું કર્યો છે અને સ્થાનિક પ્રશાસન સામે પણ સવાલ ઊભા થયા છે કે અંતે આ ગુંડા તત્વોને ક્યારેય કાબૂમાં લાવવામાં આવશે?
Vapi’s Violent Assault: Two Criminals Attack Youth with Stones, Vapi Police Hunt Suspects | TV9Gujarati#VapiAssault #ValsadCrime #BrutalAttack #VapiTownPolice #GujaratNews #PublicAssault #StoneBeating #CrimeInvestigation #TV9Gujarati pic.twitter.com/UorafGWHOn
— Tv9 Gujarati (@tv9gujarati) May 27, 2025
વાપી શહેરમાં જાહેરમાં પથ્થરમારાની ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ પ્રકારની હિંસક ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ વિવિધ કાયદાકીય કલમો લાગુ પડી શકે છે:
જો આરોપીઓએ એવી રીતનો હુમલો કર્યો છે કે જેના કારણે યુવાનની જિંદગીને ગંભીર જોખમ ઊભું થયું હોય, તો BNS કલમ 103(2) મુજબ “હત્યાના પ્રયાસ”નો ગુનો લાગી શકે છે. આ કલમ હેઠળ આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની કેદની સજા તેમજ દંડ થઈ શકે છે.
આ કલમ મુજબ જો કોઈ ઇરાદાપૂર્વક કોઈને ઘાયલ કરવા માટે હુમલો કરે છે, તો તે ગુનાહિત છે અને તેને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
જો હુમલામાં પથ્થર જેવી ઘાતક વસ્તુનો ઉપયોગ થયો હોય, તો BNS કલમ 117 લાગુ પડે છે. જેના હેઠળ આરોપી સામે વધુ ગંભીર કાર્યવાહી થઈ શકે છે.
જાહેર સ્થળે હિંસક કૃત્ય કરીને શાંતિ ભંગ કરવી એ પણ ગુનાહિત છે. BNS કલમ 124 મુજબ, નાગરિક શાંતિ ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.
જો આરોપીઓ કે અન્ય કોઈ વ્યક્તિએ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને ઈરાદાપૂર્વક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, તો આ કલમ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. ઘટના અને પોલીસ કાર્યવાહી અનુસાર કલમ ઉમેરાઈ અથવા તો ફેરફાર થઈ શકે છે.
Published On - 7:17 pm, Tue, 27 May 25