Breaking News : વલસાડના વાપીમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, જુઓ Video

વાપીના સ્વિમિંગ પૂલમાં 20 વર્ષીય વિદ્યાર્થિની અંશુ કુમારીનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. દમણની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી અંશુ સ્વિમિંગ શીખવા આવી હતી.

Breaking News : વલસાડના વાપીમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, જુઓ Video
| Updated on: Oct 01, 2026 | 10:01 AM

વલસાડના વાપીમાં સ્વિમિંગ શીખવા આવેલી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું ડૂબી જવાથી મોત થતાં ચકચાર મચી છે. ચલા વિસ્તારમાં આવેલા વાપી મનપા સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપીમાં આ દુર્ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થિનીની ઓળખ અંશુ કુમારી તરીકે થઈ છે, જે દમણની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી.

મળતી માહિતી મુજબ, અંશુ કુમારી સ્વિમિંગ શીખવા માટે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપીમાં આવી હતી. દરમિયાન સ્વિમિંગ પુલમાં તે અચાનક ડૂબવા લાગી હતી. અંશુને ડૂબતી જોઈ અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લાંબો સમય પાણીમાં રહેવાના કારણે તેની હાલત ગંભીર બની હતી.

ઘટનાની જાણ થતાં ત્યાં હાજર લોકો દ્વારા અંશુને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, અંશુ કુમારીનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ સ્પોર્ટ્સ ક્લબના સંચાલનની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે સ્વિમિંગ શીખવા આવેલી અંશુની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને સ્પોર્ટ્સ ક્લબની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની છે.

 

હાલ આ સમગ્ર મામલે ઘટનાની હકીકત અને જવાબદારી અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્વિમિંગ પુલમાં સુરક્ષા વ્યવસ્થા, સ્ટાફની હાજરી તેમજ દુર્ઘટના સમયે બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ ઘટનાએ સ્વિમિંગ પુલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને નવા શીખનારાઓ માટે પૂરતી દેખરેખ, પ્રશિક્ષિત લાઇફગાર્ડ અને તાત્કાલિક બચાવ વ્યવસ્થા હોવી કેટલી જરૂરી છે તે બાબત ફરી એકવાર સામે આવી છે.

નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત મામલે પોલીસ તપાસ શરૂ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.