AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત મામલે પોલીસ તપાસ શરૂ, જુઓ Video

અમદાવાદની નિરમા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ સામે અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલી અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે યુનિવર્સિટી તંત્રએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Breaking News : નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત મામલે પોલીસ તપાસ શરૂ, જુઓ Video
| Updated on: Oct 01, 2026 | 9:40 AM
Share

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની સામે એક અજાણ્યા શખ્સ દ્વારા કથિત રીતે અશ્લીલ હરકત કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, 29 સપ્ટેમ્બરના રોજ નિરમા યુનિવર્સિટીની નવી બની રહેલી H-5 બિલ્ડિંગની સામે એક અજાણ્યો વ્યક્તિ જાહેરમાં અશ્લીલ હરકત કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

નિરમા યુનિવર્સિટીના મુખ્ય સુરક્ષા અધિકારીએ સોલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે હવે ઘટનાની તપાસ તેજ કરી છે. ખાસ કરીને નવી H-5 બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે અલગ-અલગ મજૂરોની પૂછપરછ કરીને ઘટનાના દિવસે સ્થળ પર કોણ હાજર હતું અને વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોણ છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

હાલમાં પોલીસે અજાણ્યા શખ્સની ઓળખ કરવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. વીડિયો તેમજ ઘટનાસ્થળને લગતી અન્ય વિગતોના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ, યોગ્ય વળતર અને જમીન અધિકારોની માંગ

Follow Us
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
g clip-path="url(#clip0_868_265)">