Tv9 Impact : વાપીમાં પથ્થર વડે યુવક પર હિંસક હુમલાનો મામલો, અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી કરી બે આરોપીને ઝડપ્યા, જુઓ Video

વાપીના સુલ્પડમાં યુવક પર થયેલા ક્રૂર પથ્થરમારાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. CCTV ફૂટેજમાં પીડિત યુવક તલવાર સાથે જોવા મળતાં તેની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠ્યા છે.

Tv9 Impact : વાપીમાં પથ્થર વડે યુવક પર હિંસક હુમલાનો મામલો, અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી કરી બે આરોપીને ઝડપ્યા, જુઓ Video
| Updated on: May 28, 2025 | 6:19 PM

વલસાડ, વાપી: વાપી શહેરના સુલ્પડ વિસ્તારમાં યુવાન પર કરાયેલા ક્રૂર હુમલા મામલે હવે મહત્વપૂર્ણ કાર્યવાહી પોલીસ દ્વાર કરવામાં આવી છે. પથ્થરથી હુમલો કરનાર બે હુમલાખોરોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓ વાપીના સુલ્પડ વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટના છે તે 3 દિવસ પહેલાંની હતી. મહત્વનું છે કે ગત 27 મે, 2025 ના રોજ મંગળવારે TV9 દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરાતા પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ આરોપીઓએ યુવાન પર દસથી વધુ વાર પથ્થર વડે હુમલો કર્યો હતો અને તેને ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. હુમલાના લીધે યુવાનના હાથ અને પગ તૂટી ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

CCTVમાંથી મહત્વની વિગતો મળી

હુમલાની ઘટનાને લગતો એક સીસીટીવી ક્લિપ વાયરલ થયો છે જેમાં હુમલાનો ભોગ બનેલો યુવક પોતે તલવાર લઈને આરોપીઓના ઘરની બહાર ફરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવતાં લોકોને આ યુવક વિશે પણ અનેક સવાલો ઊઠ્યાં છે. અનેક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે યુવક પણ અસામાજિક તત્વો સાથે સંકળાયેલો હતો.

વિચારવા જેવી વાત એ છે કે હુમલાથી અગાઉ યુવક વારંવાર આરોપીઓના ઘરની આજુબાજુ નજર રાખતો હતો, જેના કારણે તકરાર વધતી ગઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદીએ આરોપીઓના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. જેથી કેટલીક મહત્વની વિગતો ગુમ થવાની શક્યતા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોમાં એવી માંગ ઉઠી છે કે પોલીસ ફરિયાદી સામે પણ યોગ્ય કાર્યવાહી કરે.

પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ પુછપરછ ચાલી રહી છે. પોલીસ વધુ વિગતો મેળવવા અને સમગ્ર ઘટનાક્રમને પારખવા પ્રયત્નશીલ છે.

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, વલસાડ)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો