Valsad: યુક્રેન યુદ્ધના કારણે આયાત-નિકાસમાં ઘટાડાના પગલે વાપીના ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાયા

|

Mar 09, 2022 | 5:13 PM

ઔધોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં નાના-મોટા 4000થી વધારે ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે. અહીંની જીઆઇડીસીઓમાં ચાલતા અનેક ઉદ્યોગો આયાત નિકાસ પર આધારિત છે.

Valsad: યુક્રેન યુદ્ધના કારણે આયાત-નિકાસમાં ઘટાડાના પગલે વાપીના ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાયા
યુક્રેન યુદ્ધના કારણે આયાત-નિકાસમાં મુશ્કેલીના પગલે વાપીના ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાયા

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વિશ્વ ઉપર થઈ રહી છે.ત્યારે એશિયાની અગ્રણી ઉદ્યોગિક વસાહત એવી વાપીના ઉદ્યોગો પણ બાકાત નથી. છેલ્લા ૨ અઠવાડિયાથી બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધ કારણે વાપીના ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને સાત સમંદર પાર ચાલી રહેલા આ યુદ્ધ એ વાપીના ઉદ્યોગો ના જીવ તાળવે ચોંટયા છે.

ઔધોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં નાના-મોટા 4000થી વધારે ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે. અહીંની જીઆઇડીસીઓમાં ચાલતા અનેક ઉદ્યોગો વિશ્વના અનેક દેશો સાથે વ્યાપારિક સંબંધ ધરાવે છે. આથી વાપી જીઆઇડીસી અને આસપાસની જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગો એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર નિર્ભર છે. આથી હાલના દિવસોમાં બદલાતી પરિસ્થિતિને સીધી કે આડકતરી અસર અહીંના ઉદ્યોગો પર પડી રહી છે. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વાપીના ઉદ્યોગોને પણ થઈ રહી છે.

મહત્વનું છે કે વાપી અને આસપાસના વિસ્તારમાં કેમિકલ ફાર્માસ્યુટિકલ ડાઇંગ અને પેપર ઉદ્યોગ ચાલે છે.આમાંથી મોટાભાગના ઉદ્યોગો વિશ્વના અનેક દેશો સાથે સંબંધ ધરાવે છે.વાપીના ઉદ્યોગો કાચા માલ માટે વિશ્વના અનેક દેશો સાથે સંપર્ક ધરાવે છે,તો તૈયાર માલ પણ વિશ્વના અન્ય દેશોમાં એક્સપોર્ટ કરે છે આથી વૈશ્વિક પરિસ્થિતિ ની અસર વાપીના ઉદ્યોગોને પણ થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાપીના ઉદ્યોગોના એક્સપોર્ટને અસર થઈ રહી છે. વાપીના ઉદ્યોગોમાં આવતો કાચા માલની શોર્ટ વર્તાઈ રહી છે. તો તૈયાર માલને વિશ્વના અન્ય દેશોમાં સપ્લાય કરવા માટે વૈશ્વિક ટ્રાન્સપોર્ટેશન ને પણ યુદ્ધની અસર થઈ રહી હોવાથી એક્સપોર્ટ પણ અટકી ગયું છે.આમ તો લાંબા સમય સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે તો વાપીના ઉદ્યોગોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે તેવું ઉદ્યોગપતિઓ માની રહ્યા છે.

સાત સમંદર પાર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાપીના ઉધોગપતિઓના જીવ અધ્ધર થઈ ગયા છે. તો છેલ્લા બે વર્ષથી વાપીના ઉદ્યોગો કોરોના ની વૈશ્વિક મહામારી ને કારણે નુકસાન વેઠી ચૂક્યા છે. ત્યારે છેલ્લા એક વર્ષથી પરિસ્થિતિ થાળે પડી રહી હતી. જોકે ફરી એક વખત યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે ઉદ્યોગો માટે મુશ્કેલ સમય સંજોગો સર્જાય રહ્યા છે.

ઉદ્યોગકારો માની રહ્યા છે કે જો આ બંને દેશો વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો વાપીના ઉધોગોને મોટો ફટકો સહન કરવાનો વારો આવી શકે છે.તો ૪૦ ટકા ક્રુડ ઓઈલ નો ભાવ વધવાથી હવે ટ્રાન્સપોર્ટ પણ સપાટામાં આવશે અને ભારતમાં ૪૦ ટકા ગેસ નો સોર્સ રશિયા છે.જેથી એની અસર પણ વર્તાશે તો ઉદ્યોગોમાં ભારે માંડી આવવાની પુરેપુરી શક્યતા છે.

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુરોપિયન દેશો સહિત બંને દેશના પડોશી દેશોને પણ તેની અસર થઈ છે. તો વિશ્વના અન્ય દેશોને તેની આડકતરી અસર થઇ રહી છે. યુદ્ધ માહોલને કારણે બંને દેશોની સરહદ પર આવેલા અને આસપાસના દેશોમાં ટ્રાન્સપોર્ટેશનને પણ અસર થઈ છે. સમુદ્રમાં ટાઈપિંગ ટ્રાન્સપોર્ટેશનને પણ તેની અસર થઈ રહી છે. આથી વિશ્વના દેશો વચ્ચે ચાલતા એક્સપોર્ટ ઈમ્પોર્ટ બિઝનેસ પર પણ તેની અસર થઈ રહી છે. આમ વૈશ્વિક પરિસ્થિતિને કારણે વાપીના ઉદ્યોગો પણને પણ અસર થવાની બાકાત નથી તો આગામી સમયમાં પણ લાંબા સમય સુધી ચાલશે તો વાપી અને આસપાસના વિસ્તારના ઉદ્યોગો ફરી વાર નુકસાની ભોગવવી પડશે.

આ પણ વાંચોઃ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ગીર સોમનાથના બે યુવાનોએ કરી મદદ, ભારત પરત ફરતા પહેલા સ્વયંસેવક બની પહોંચાડી સેવા

આ પણ વાંચો: Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો

Next Article