Valsad : પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાનું ગળું દાબી કરી હત્યા, પછી તળાવમાં કૂદી આત્મહત્યા કરી લીધી

|

May 24, 2022 | 6:03 PM

યુવતી ઘરે એકલી હોવાની જાણ થતાં યુવક તેને મળવા આવ્યો હતો. દરમિયાન કોઇ કારણોસર તેમની વચ્ચે ઝઘડો થતાં યુવકે યુવતીનું ગળું દબાવી હત્યા કરી નાખી ફરાર થઈ ગયો હતો. બાદમાં તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.

Valsad : પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાનું ગળું દાબી કરી હત્યા, પછી તળાવમાં કૂદી આત્મહત્યા કરી લીધી
Valsad Tragic end of love affair

Follow us on

દક્ષિણ ગુજરાત (South Gujarat) માં પ્રેમ પ્રકરણ (love affair) માં વધુ એક યુવતીએ જીવ ગુમાવ્યો છે. વલસાડ (Valsad) ના રોનવેલ ગામમાં રહેતી યુવતીની હત્યા કર્યા બાદ તેના પ્રેમીએ આપઘાત કરી લીધો છે. સોશિયલ મીડિયાના સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ પ્રકરણનો કરૂણ અંત આવ્યો છે. વલસાડના રોનવેલ ગામની એક યુવતી અને નાની સરોણ ગામના યુવક સોશિયલ મીડિયા થકી મિત્રો બન્યા હતા અને બાદમાં પ્રેમમાં પડ્યા હતા. 22મીએ રોનવેલ ગામે રહેતી યુવતીનો પરિવાર વલસાડ ખાતે સામાજિક પ્રસંગ માટે ગયો હતો અને પાયલ ઘરે એકલી હતી. આ વાતની જાણ થતાં યુવક તેને મળવા આવ્યો હતો. દરમિયાન કોઇ કારણોસર તેમની વચ્ચે ઝઘડો થતાં યુવકે યુવતીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

યુવતી ઘરે એકલી હોવાથી યુવતીના કાકી તેના ઘરે તપાસ કરવા ગયા તો દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો અને જ્યારે તેણે ઘરે જઈને પાછળના દરવાજે તપાસ કરી તો યુવતી તેના બેડરૂમમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવી હતી. લાશ મળ્યા બાદ તેના કાકીએ પાયલના માતા-પિતા અને ગામના વડીલોને ઘટનાની જાણ કરી હતી. વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે યુવકે જ આ યુવતીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

વલસાડ ગ્રામ્ય પોલીસે યુવાનને ઘરે શોધખોળ કરી હતી પરંતુ તે તેના ઘરે મળી આવ્યો ન હતો. ગામમાં શોધખોળ દરમિયાન તેનું બાઇક અને મોબાઇલ તળાવના કિનારે પડેલો મળી આવ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકનો મૃતદેહ તળાવમાં શોધી કાઢ્યો હતો. યુવકના મૃતદેહની મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. આજે સોમવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસે તેના મૃતદેહનો કબજો લઈ લાશનું પીએમ કરાવવા વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મૃતક પ્રેમિકા રોનવેલ ગામમાં એકલી હતી અને યુવક તેને મળવા પહોંચ્યો હતો. જોકે, બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં તેની હત્યા કરવામાં આવી હતી. વિવાદનું કારણ શું હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતક પ્રેમી વિરૂદ્ધ હત્યા અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 6:02 pm, Tue, 24 May 22

Next Article