Valsad: કપરાડાના જીરવલમાં કોઝવે પાણીમાં ગરકાવ થતા જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર બન્યા લોકો

|

Sep 19, 2022 | 9:16 PM

Valsad: કપરાડામાં ભારે વરસાદના પગલે જીરવલમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. અનેક લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર બન્યા છે. કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.

વલસાડ (Valsad)ના કપરાડામાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કપરાડા તાલુકાના જીરવલમાં કોઝવે (Causeway) પાણીમાં ગરકાવ થતા જીવના જોખમે લોકો કોઝને પસાર કરવા મજબુર બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે વહેવા લાગી હતી અને કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. ગામલોકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા. જીરવલમાં દર વર્ષે ભારે વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. લોકોને જીવના જોખમે (Risk Of Life)રસ્તો પસાર કરવો પડે છે.

કોઝવે પર રેલિંગની પણ કોઈ સુવિધા ન હોવાથી લોકોનો જીવ જોખમાય છે. ત્યારે સરકાર દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવે તેવી ગામના લોકો માગ કરી રહ્યા છે.

ડાંગમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર ભરાયા પાણી

આ તરફ ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ડાંગના આહવા તેમજ વઘઈ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નાના બાળકો આ વરસાદનાી મજા માણતા જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.

વાંસદા તાલુકામાં NH 56 ધોવાતા વાહનચાલકો પરેશાન

આ તરફ નવસારીના વાંસદા તાલુકામાં નેશનલ હાઈવે-56 ધોવાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ભારે વરસાદને પગલે વાડીચોંઢા ગામ નજીક હાઇવેનું ધોવાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીએ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. હાલ હાઈવે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાઈવે પર પડેલા ખાડાના કારણે બે બાઈકચાલકો ખાડામાં પટકાયા હતા. જ્યાં એક બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાઈવે પર ધોવાણથી અકસ્માતની ઘટના બની હતી.

Published On - 10:31 pm, Sun, 18 September 22

Next Video