દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, વલસાડના ઉમરગામમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

South Gujarat Rain: વલસાડના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમા સૌથી વધુ ઉમરગામમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 8:44 PM

દક્ષિણ ગુજરાત (South Gujarat)માં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમા વલસાડ (Valsad) જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદ ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરથી જાણે નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટરે આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જયારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. વરસાદની આગાહીના પગલે એક દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે, ચોમાસું વિદાય નહીં લે તો નવરાત્રિમાં પણ વરસાદની પડવાની શકયતા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 1 લાખ 74 હજાર ક્યુસેક પાણીની આવક થતા 14 દરવાજા 6 ફૂટ ખોલી દેવાયા છે. ઉકાઇ ડેમની જળસપાટી 341.22 ફૂટે પહોંચી છે. ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના 19 રસ્તા બંધ કરાયા છે. જેમાં વ્યારાના 11, ડોલવણના 2 અને સોનગઢના 2 રસ્તા બંધ કરાયા છે. વાંકાનેરનો મચ્છુ 1 ડેમ પણ 135.33 મીટર ભરાયો છે. મચ્છુ 1 ડેમ છલકાવવાથી 0.10 મીટર ભરાઈ ગયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ ઉપરવાસથી સારી આવકને પગલે સંપૂર્ણ ભરાયો છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">