Valsad : સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા નહીં, જિલ્લાના જળાશયોમાં પૂરતો પાણીનો જથ્થો

|

Aug 21, 2021 | 9:35 AM

મહત્વપૂર્ણ છે કે 18મી ઓગસ્ટ સુધી વલસાડ જિલ્લામાં 44.31 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જે ગુજરાતનો સૌથી વધુ સરેરાશ વરસાદ છે. સાથે જ ઉપવાસમાં વરસાદને પગલે વલસાડના જળાશયોમાં પાણીની આવક થતી હોવાથી હાલ સિંચાઇ સહિત 120 ગામોમાં પીવાના પાણીની સમસ્યા નહીં નડે તેવો દાવો અધિકારીઓ કરી રહ્યા છે.

Valsad : રાજ્યભરમાં વરસાદ ખેંચાયો છે. અને જગતના તાતની ચિંતા વધી છે. જોકે ખેતીપ્રધાન જિલ્લો ગણાતા વલસાડમાં ખેડૂતો નિશ્ચિંત છે. કારણ છે જળાશયોમાં પૂરતો પાણીનો જથ્થો. વલસાડ પંથકના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો, મધુબન ડેમમાં 11 હજાર 606 મિલિયન ક્યુબિક ફિટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી 2200 મિલિયન ક્યુબિક ફિટ પાણીનો જથ્થો તળાવો માટે ફાળવવામાં આવ્યો છે.જ્યારે 1800 મિલિયન ક્યુબિક ફિટ પાણી ઉદ્યોગો માટે અને 2700 મિલિયન ક્યુબિક ફિટ પાણી સિંચાઇ માટે ફાળવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં હાલના સંજોગો પૂરતું વલસાડ જિલ્લામાં પાણીની કોઇ જ સમસ્યા નહીં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે 18મી ઓગસ્ટ સુધી વલસાડ જિલ્લામાં 44.31 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જે ગુજરાતનો સૌથી વધુ સરેરાશ વરસાદ છે. સાથે જ ઉપવાસમાં વરસાદને પગલે વલસાડના જળાશયોમાં પાણીની આવક થતી હોવાથી હાલ સિંચાઇ સહિત 120 ગામોમાં પીવાના પાણીની સમસ્યા નહીં નડે તેવો દાવો અધિકારીઓ કરી રહ્યા છે.

અહીં નોંધનીય છેકે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આ વરસે મેઘરાજાની ખપત રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં જોઇ તેટલો વરસાદ પડયો નથી. આ ઉપરાંત રાજયના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો ખુટવાના આરે છે. જેથી રાજયમાં આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ તેવી સંભાવના દેખાઇ રહી છે. જેથી ગુજરાતવાસીઓ હાલ મેઘરાજાની પધરામણીની રાહ જોઇ રહ્યાં છે.

Next Video