Valsad: જમવાનું બનાવવામાં મોડું થતા પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં કરી પતિની ધરપકડ

|

Jun 24, 2022 | 6:31 PM

વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડા ગામમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતિ ઘરમાં જ રોકાઈ ગયો હતો.

Valsad: જમવાનું બનાવવામાં મોડું થતા પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં કરી પતિની ધરપકડ
Crime News (Symbolic Image)

Follow us on

વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડા ગામમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા (Murder) કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતિ ઘરમાં જ રોકાઈ ગયો હતો. સવારે તેણે તેની પુત્રીને ફોન કરીને કહ્યું કે તેણે તેની માતાને માર માર્યો છે તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. આ ઘટનામાં પતિએ નજીવા કારણોસર પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જે કારણ સામે આવ્યું છે તે જાણીને ખુદ પોલીસ અને પરિવાર પણ ચોંકી ઉઠ્યો છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડા ગામમાં રહેતા રામચંદ્ર પાડવીએ તેની પત્ની જમના બેન પાડવીની હત્યા કરી નાંખી હતી. આ પતિ-પત્નીના દાંપત્ય જીવન દરમિયાન દંપતીને ત્રણ સંતાનો હતા. બંને પુત્રો ગામની બહાર બીજા શહેરમાં રોજગારી માટે રહેતા હતા અને પુત્રી પણ લગ્ન બાદ તેના સાસરે રહેતી હતી.

આ દરમિયાન એકલા રહેતા દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પડોશીઓ વારંવાર આ દંપતીને સમજાવીને શાંત પાડતા હતા. પરંતુ બે દિવસ પહેલા રામચંદ્ર પાડવીએ તેની પત્ની જમના બેનને માથાના ભાગે લાકડાના ફટકા વડે માર મારી હત્યા કરી નાખી હતી. જોકે, મૃતકની પુત્રીએ તેના પિતા વિરૂદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ધરમપુર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો હતો. નજીવી બાબતમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હકીકત એવી છે કે, બનાવના દિવસે બંને કામ અર્થે બહાર ગયા હતા. બહારથી આવ્યા પછી પત્નીને જમવાનું બનાવવામાં થોડી વાર લાગી હતી. જેથી મોડેથી રાંધવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિ રામચંદ્ર પાડવીએ પત્નીના માથા પર લાકડાના ફટકા વડે માર માર્યો હતો. જેના કારણે પત્ની ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. જોકે, પત્નીને માર માર્યા બાદ પણ પતિ ઘરમાં સુઇ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે તેણે તેની પત્નીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પત્ની ઉઠી ન હતી, તે બાદ તે ખાતર લેવાના બહાને ઘરની બહાર નીકળી ગયો હતો.

આ પછી તેણે દીકરીને ફોન કર્યો હતો. હત્યારા પતિએ તેની પુત્રીને કહ્યું કે, તેણે તેની માતાને માથામાં ફટકો માર્યો હતો, તેણીને ઈજા થઈ હતી અને તે ઘરમાં બેભાન થઈ ગઈ હતી. જેના કારણે તે પુત્રીને ઘરે આવવાનું કહીને તે ઘરેથી ભાગી ગયો હતો. જોકે, થોડી જ વારમાં પોલીસે તેને પકડી લીધો હતો.

Next Article