Valsad : કપરાડામાં ધોધમાર વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

|

Jul 19, 2021 | 1:04 PM

કપરાડામાં ત્રણ ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ કપરાડામાંથી પસાર થતી તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ પાણીના વધતાં પ્રવાહના લીધે અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

ગુજરાતના વલસાડ(Valsad)  જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં કપરાડામાં ત્રણ ઇંચ વરસાદ(Rain) પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ કપરાડામાંથી પસાર થતી તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ પાણીના વધતાં પ્રવાહના લીધે અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં ખડકવાળ નજીક આવેલા કોલક નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું છે. તેમજ આ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે. જેમાં લવકર, વરવટ, સિલઘા અને થપાલદેહી દેવી જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે.

આ પણ વાંચો : તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર

આ પણ વાંચો : Breaking News: સિદ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ બનાવાયા બાદ કેપ્ટન અમરિંદરે બોલાવી પોતાના ખાસ લોકોની બેઠક

Published On - 1:00 pm, Mon, 19 July 21

Next Video